• Publisher's Desk
 • Gujarati - ગુજરાતી
 • હિન્દુ ધર્મ : એ ધર્મ કે જીવનપધ્ધતિ નો માર્ગ?
 • હિન્દુ ધર્મ : એ ધર્મ કે જીવનપધ્ધતિ નો માર્ગ?

  image

  Publisher's Desk

  હિન્દુ ધર્મ : એ ધર્મ કે જીવનપધ્ધતિ નો માર્ગ?

  ______________________

  અમારા પ્રકાશક આ લાંબા સમયથી ચાલતી આવેલી આપણા ધર્મ વિષેની ગેરસમજ ને સામે લાવી આપણને એ બતાવે છે કે હિન્દુ ધર્મ કેવી રીતે જીવનપધ્ધતિ ના માર્ગથી વિશેષ છે.

  ______________________

  સતગુરુ બોધીનાથ વેલનસ્વામી

  Read this article in: English | Hindi | Tamil | Gujarati | Spanish | Marathi | Russian |

  આ એક પ્રશ્ન મને અવારનવાર સત્સંગ ના સંમેલનમાં પૂછવામાં આવે છે. એ કાયમ જ જુસ્સા ભરી ચર્ચા બની રહે છે, કેમ કે તેમાં ઉત્સુકતા ભર્યો રસ અને વિવિધ અભિપ્રાયો નો સમાવેશ થાય છે. વર્ષો પહેલાં, સ્વામી ચિન્મયાનંદા, ચિન્મયા મિશન ના સ્થાપક, તેમણે એક જોરદાર ભાષણ આ વિષય પર આપ્યું. (bit.ly/hinduism-way-of-life). આ તેનો વિશેષ ફકરો છે: "હિન્દુ ધર્મ એ ધર્મનો માર્ગ નથી એ માત્ર જીવનપધ્ધતિ નો માર્ગ છે. તમે આજે આ વાત જ્યાં યુવાનો બેસીને હિન્દુ સંસ્કૃતિ અને ભારતની ચર્ચા કરતા હોય ત્યાં સાંભળવા મળશે. તેઓ આછકલાઈથી કહેશે: "હિન્દુ ધર્મ એ બિલકુલ અલગ છે. એ ધર્મ નથી. તો પછી એ શું છે? એ જીવન પધ્ધતિનો માર્ગ છે" આ એકદમ ખોટું વાક્ય છે! કોઈ સમજદાર વ્યક્તિ આનો સ્વીકાર કરે નહીં અથવા એનો વિશ્વાસ કરે નહીં. કેવી ધૃણાસ્પદ મુર્ખામી લપેટાયેલી છે આ આકર્ષક વાક્યમાં! 'હિન્દુ ધર્મ એ ધર્મ નથી પણ જીવન પધ્ધતિનો માર્ગ છે.' એમ, તો પછી ખ્રીસ્તી ધર્મ? એ ધર્મ છે? હા, તો એ જીવન પધ્ધતિનો માર્ગ નથી? વિચારો, એ પ્રત્યક્ષ વિરોધાભાસી છે એમ કહેવું કે એ ધર્મ નથી, પણ જીવન પધ્ધતિનો માર્ગ છે. જો હિન્દુ ધર્મ એ ધર્મ નથી, અને માત્ર જીવન પધ્ધતિ હોય તેમ ખ્રીસ્તી ધર્મ એ ધર્મ છે અને જીવન પધ્ધતિનો માર્ગ ના હોઈ શકે. ધર્મ વગરની જીવન પધ્ધતિ કેવી? શું ધર્મ આપણને આપણાં જીવનમાં, આપણી દુનીયામાં માર્ગદર્શક નથી બની રહેતું? તેથી જ આ ખોખલુ, ઉચ્ચકક્ષામાં હોય તેવું વાક્ય છે."

  સ્વામીજી તેની વિશેષ ટીપ્પણી કરતા કહે છે કે એ અભિપ્રયનો ઉદભવ જર્મન, જેઓ ભારતીય વિદ્યાના જાણકાર હતા તેમણે ૧૮૦૦ માં, મત શબ્દનું અનુવાદ ધર્મ તરીકે કર્યું: "જર્મન ના લોકો, જેમણે સૌથી પહેલા સંસ્કૃત શાસ્ત્રોનું અનુવાદ કરવાની કોશિષ કરી, કમનસીબે તેમણે સૌથી મોટી ભુલ કરી. તેમણે શબ્દ મત ને ધર્મની જગ્યાએ વાપર્યો. બુધ્ધ મત- બુધ્ધ ધર્મ, ખ્રિસ્તી મત- ખ્રિસ્તી ધર્મ, મુહમમેદીય મત- ઈસ્લામ ધર્મ. તેમ તેઓ હિન્દુ મત પર આવ્યા અને બીચારા જર્મનો મુંઝવણમાં મૂકાઈ ગયા. કેમ કે હિન્દુ ધર્મ માં ઘણી જાતના મત છે. એ એક સંયુક્ત મત છે. મત સંસ્કૃત શબ્દ મતી પરથી આવે છે. જેનો અર્થ બુધ્ધિ. જેનો આકાર બુધ્ધિમાં અપાયો છે તે મત. મત નો અર્થ તો માત્ર અભિપ્રાય ! હિન્દુ ધર્મમાં શંકર મત, રામાનુજ મત, માધવ મત નો સમાવેશ થાય છે. વિવિધ આચાર્યો જેમણે જીવન વિષે વિભિન્ન અભિપ્રાયો આપ્યા છે, ઉપનિષદ ના વિચારો અને દ્રષ્ટિકોણ- આ બધાને મત કહેવાય. તેથી જર્મન લોકો એ વાતના તારણ પર આવ્યા કે હિન્દુ ધર્મ ધર્મ નથી, તો એ શું છે? (તેમને આશ્ચર્ય થયું) એ તો એક જીવન પધ્ધતિ છે."

  જે હિન્દુઓ આ બદનામ વાક્યની મૂલ્યતા વિશે પ્રશ્નો કરતા હોય છે તેમણે મોટે ભાગે હિન્દુ ધર્મને અપનાવીને આચરણમાં મૂક્યું નથી હોતું. તેમને કદાચ મનમાં એમ હોય કે હિન્દુ ધર્મનો મૂળ સારાંશ એ સદગુણી જીવન જીવવું અને પોતાની ફરજનું પાલન કરવું, અને તેથી વિશેષ કશુ કરવાની જરૂર નથી.

  હિન્દુ ધર્મ એ જીવન પધ્ધતિ છે, પણ તે આધ્યાત્મિક જીવન પધ્ધતિ છે. જેમાં સારો વ્યવહાર, પૂજાપાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન નો સમાવેશ થાય છે. અને આધ્યાત્મિક જીવન પધ્ધતિની શું વ્યાખ્યા છે? ધર્મ!

  જર્મનોએ તારણ કાઢ્યું કે સનાતન ધર્મ એ વિવિધ ધર્મોનું સંગઠન છે, એ પોતાની જાતે પણ સ્વમાનપૂર્વક, હિંમત સાથે ધર્મ તરીકે ઉભો રહી શકે. આ બધા ધર્મોમાં કેટલાક સામાન્ય મૂળ અંશો સરખા હોય, જેમ કે સંસ્કૃતિ, પૂજાપાઠ, શાસ્ત્રો અને મુળભુત જીવનદ્રષ્ટિ જે પાયાની માન્યતાઓમાં દર્શાવાય છે : કર્મ, ધર્મ, પુનર્જન્મ, સર્વવ્યાપી દિવ્યતા અને વિશેષ. હિન્દુ ધર્મ ભવ્યતાથી ધર્મની દરેક વ્યાખ્યા અને ગુણને પરિપૂર્ણ કરે છે.

  એ વાત યાદ રહે કે જર્મન લોકો હિન્દુઓના મિત્રો ન હતા. તેમની આપણા ધર્મની આ એક પુનઃવ્યાખ્યા એ ખૂબ જ પ્રભાવશાળી નિંદા છે, જે કમનસીબે હિન્દુઓએ જાતે જ અપનાવી લીધી છે. આપણા ધાર્મિક સિધ્ધાંતોને ધર્મ તરીકે ન ગણવા એ એક બૌધ્ધિક આત્મહત્યા અને સર્વ વિશ્વવ્યાપી લોકોના સંબંધની નિષ્ફળતા કહેવાય. હિન્દુ ધર્મની ગર્વ પૂર્વક બીજા ધર્મની સાથે ગણના થાય છે અને તે શક્ય બને છે નહીં કે માત્ર જીવન પધ્ધતિ થકી. શાકાહારી હોવું એ એક જીવન પધ્ધતિ છે, અહિંસા એ એક જીવન પધ્ધતિ છે. પરંતુ તે ન તો ધર્મ છે કે ન તો તેમને પાર્લમેન્ટ ઓફ વર્લ્ડ રિલિજન માં આમંત્રણ મળશે, જેમ સ્વામી વિવેકાનંદને ૧૮૯૩ માં મળ્યું હતું તેમ. તેમને આમંત્રણ મળ્યું અને તેઓએ દુનિયાને શિકાગોના મંચ પરથી પ્રવચન આપ્યું કેમ કે તેઓ હિન્દુ હતા.

  હા, એવા લોકો છે કે જેઓ વિચારે છે કે "હ" શબ્દ પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે, પરંતુ તેઓ ખોટા છે. તેઓ દુનિયાના મંચ તેમજ સ્થાનિક લોકોમાં અને બીજા ધાર્મિક સમુદાયમાં ધર્મ શબ્દનો પ્રવેશ કરવા પર ઉપેક્ષા કરે છે. એક સાથે હિન્દુ ધર્મના ઝંડા નીચે ઊભા રહી આપણે બીજા ધર્મોને મળતા સંરક્ષણને માણી શકીએ, અને આપણો એક સંગઠીત આવાજ જેની કદર સમાચારના માધ્યમ, સરકાર, બૉર્ડ ઓફ ઍજુકેશન અને પ્લાનિંગ ડિપાર્ટમેંટ કરશે. આપણે એવા ઉપરથી હિન્દુ દેખાતા હોય તેવા જૂથોને જાણીએ છે જેઓ "હ" શબ્દનો ઉપયોગ કરતા અચકાતા હોય છે પરંતુ તેને આતુરતાથી અપનાવી લે છે જ્યારે વિસ્તૃત જુથમાં તેમનો વિશ્વાસ પામવા માટે , દાખલા તરીકે કોર્ટના વિષયમાં.

  હિન્દુ ધર્મનું ઉજ્જવળ ભવિષ્ય બીજા ધર્મોની સાથે ઊભા રહેવામાં છે, નહીં કે કોઈ જીવન પધ્ધતિમાં. જે હિન્દુઓ સમજ્યા વગર એ મત ધરાવે છે કે હિન્દુ ધર્મ નથી તેઓ સનાતન ધર્મને કોઈ સારી રીતે ઉપયોગી નથી બનતા. તેઓ એ વાત સમજી શક્યા નથી કે આ અવળું વલણ બીજા ધર્મોની કક્ષામાં કેવું લાગે છે, એમ વિચારો કે શું મુસલમાનો એમ કહે કે ઈસ્લામ ધર્મ નથી માત્ર જીવન પધ્ધતિ છે? અથવા ખ્રીસ્તિઓ? યહૂદીઓ? તેઓ તેવું ન કરે. તેઓ પોતાની આધ્યાત્મિક વ્યક્તિત્વનો ગર્વ ધરાવે છે. પરંતુ કેટલાક કારણોને લીધે, એક માનસિક ઉપદ્રવ થકી, હિન્દુઓ આ પોતાને માટે વિનાશક થઈ શકે તેવી ભ્રમણામાં જીવે છે. અગણિત સ્વામીઓ જેમણે વીસમી સદીમાં પશ્ચિમમાં આ વિચારને પ્રોત્સાહન આપ્યું, ખાસ કરીને જ્યારે તેઓ ખ્રિસ્તી અને યહુદીઓને વેદાંત, યોગ અને ધ્યાન શીખવાડતા હતા ત્યારે, જેથી તેમની ધાર્મિક લાગણીઓ ન ઉશ્કેરાય. આને લીધે હવે આવા વાક્યોની ઘર ઘરમાં સામાન્ય શબ્દો તરીકે જ ગણના થાય છે, તેના હિન્દુ મૂળને અવગણીને. સ્વામી ચિન્મયાનંદા એ ખૂબ જ સુંદર રીતે વ્યક્ત કર્યું:" આ એક ખોખલું, ઉચ્ચાકક્ષામાં હોય તેવું વાક્ય છે." જેનાથી આપણે બધા દૂર રહીએ.

  ખુશીની વાત છે કે આ ધીમે ધીમે પણ સારી રીતે બદલાઈ રહુયું છે. આજકાલના હિન્દુ યુવકો અને યુવતીઓ પોતાના ધર્મ પ્રત્યે ગર્વ ધરાવે છે, તેઓ વધુ જાણવા માટે આતુરતા બતાવે છે. આખા વિશ્વની યુનિવર્સિટીઓમાં હિન્દુ વિધ્યાર્થીને ગર્વથી બીજા ધર્મના વિદ્યાર્થીઓ સાથે ઉભા રહેવું છે. હિન્દુ અમેરિકન ફાઉંડેશનનું "યોગ ને પાછું લઈએ" એ ઝુંબેશ, જેમાં યોગના મૂળ જે દુનીયાના સૌથી પ્રાચીન ધર્મમાં જોડાયેલા છે તેની સાથે પુનઃસ્થાપિત કરવાનો છે. આ એક સ્પષ્ટ કાયદેસરનો આરોપ છે "ધાર્મિક જીવન પધ્ધતિ" ની દલીલ તરફ.

  દરેક સત્સંગમાં એક પાયાનો પ્રશ્ન અચુક ઉદભવે છે. "હું હિન્દુ ધર્મને મારા રોજીન્દા જીવનમાં કેવી રીતે વ્યવહારિક બનાવું?" હું એક વાત પર ખૂબ મહત્વ આપું છું કે હિન્દુ ધર્મને સંપૂર્ણ રીતે સમજવા અને વ્યવહારમાં અમલમાં મૂકવા, વ્યક્તિએ તેના દરેક ક્ષેત્ર સાથે જોડવું પડે: ધર્મ, પૂજા પાઠ, નિઃસ્વાર્થ સેવા, આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાન. આ પાંચનું સંમેલન એક સંપૂર્ણ શારીરિક, માનસિક, ભાવનશીલ અને આધ્યાત્મિક જીવન પધ્ધતિ આખી જીન્દગી માટે બની રહે.

  ભક્તિનું આચરણ આધ્યાત્મિક અભ્યાસ વિના અંધશ્રધ્ધામાં સહેલાઈથી પરિવર્તીત થઈ શકે. આધ્યાત્મિક અભ્યાસ ભક્તિ અને નિઃસ્વાર્થ સેવા વિના માત્ર બુધ્ધિપૂર્વકની દલીલો અને અનુમાનો બની રહે. હિન્દુ ધર્મને માત્ર જીવન પધ્ધતિમાં ગણતરી કરવાથી, વ્યક્તિ ભક્તિ અને તત્વજ્ઞાનના ઉંડા ફાયદાઓ ને ચૂકી જાય છે. અને ધ્યાન સિવાય વ્યક્તિને આત્મા અને પરમાત્મા, જીવ અને શીવ ના મિલનનો અનુભવ ન થઈ શકે, જે પ્રકાશ અને મોક્ષ તરફ લઈ જાય છે. ચાલો આપણે આ પાંચ સ્તરોને ઉંડાણથી જોઈએ.

  ધર્મ એ હિન્દુ ધર્મનો પાયો છે, જેનો વ્યવહારના આચરસંહિતા યમ માં સમાવેશ થાય છે. યમ એટલે કે "કાબુમાં રાખવું" આપણો મૂળ, પ્રાકૃતિક સ્વભાવ જેમ કે ગુસ્સો કરવો કે બીજાને હાનિ પહોંચાડવી, જૂઠૂ બોલવું કે હોંશીયારીથી ઘટનાને આપણા ફાયદામાં ફેરવવી, પોતાને ગમતી વસ્તુ જે બીજી રીતે લઈ ન શકાય તેની ચોરી કરવી. આ બધા પ્રાકૃતિક સ્વભાવને વ્યક્ત કરતી પ્રકૃતિ પર લગામ મુકવી, કારણ કે આ વલણ સાથે કરેલા કાર્યો કુકર્મો કરાવે અને આપણાં મનને ઉશ્કેરીને રાખે. બીજા ઘણા સાંસ્કૃતિક રીતરીવાજોની ગણતરીપણ ધર્મમાં થાય છે.

  સેવા, નિઃસ્વાર્થ પ્રવૃતિ, એ હિન્દુ ધર્મનું બીજું પાસું છે, ઘણા લોકો નાણાકીય દાન કોઈ ધાર્મિક કે બીજા નોન- પ્રોફિટ સંગઠનોને આપે છે. આમ જોવા જાવ તો પોતાનું પાકીટ ખોલી અને ૫૦ રૂપિયા આપવા એ આસાન છે, નિઃસ્વાર્થ સેવા એ વિશેષ ગંભીર જવાબદારી છે, જેમાં વ્યક્તિએ પોતાના અંગત સમયનો ભોગ આપવો પડે છે. નિઃસ્વાર્થ સેવા માત્ર મંદિર પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, એ શાળામાં, કામની જગ્યાએ કે સંસારમાં જ્યાં હોઈએ ત્યાં થઈ શકે.

  ભક્તિ, જેમ કે મંદિરમાં થતી પૂજામાં હાજરી આપવી, તીર્થ યાત્રા પર જવું, ઘરના પૂજાના ઓરડામાં બેસીને મંત્ર કે જાપ કરવા, નમ્રતાને કેળવવી અને નાજુક શક્તિને ઉપરના ચક્રો, જ્ઞાન અને પવિત્ર પ્રેમ તરફ વાળવા.

  ભઆધ્યાત્મિક અભ્યાસ એ તત્વજ્ઞાનની સ્પષ્ટતાનો પાયો છે, ઈશ્વર, આત્મા અને દુનિયા જે વ્યક્તિની જીન્દગીના દરેક ક્ષેત્રને પ્રેરણા આપે છે અને વધારે છે, તે પ્રત્યે એક ચોક્કસ સમજ. આ અભ્યાસમાં વેદ, અગમ, પોતાના ધાર્મિક સંપ્રદાયના પુસ્તકો અને સંતપુરુષ કે પોતાના ગુરુનો બોધ. અભ્યાસ વ્યક્તિના પોતાના સંપ્રદાયના તત્વજ્ઞાનને અનુલક્ષીને હોવો જોઈએ. દાખલા તરીકે, જો વ્યક્તિ અદ્વૈત સંપ્રદાય સાથે જોડાયેલો હોય તો અભ્યાસ એ વિચારને મજબુત બનાવે કે આપણે ઈશ્વર સાથે એક છીએ, આ સચ્ચાઈ માટે બીજી કોઈ ઘટના ઘટવી જરૂરી નથી.

  ધ્યાન અને બીજી યોગની સાધનાઓ, જે હિન્દુ ધર્મનું પાંચમું સ્તર છે તે વ્યક્તિગત સ્પષ્ટતાનું દ્વાર છે. ધ્યાન વ્યક્તિને ઈશ્વર પ્રત્યેની તત્વજ્ઞાનની કલ્પણમાંથી આગળ ધકેલીને આ સચ્ચાઈની અનુભુતિ કરાવે છે. આ વાતની સરખામણી કરી શકાય કે, તાજી રસદાર કેરી વિશે વર્ણન વાંચવું કે તેનું પહેલું બટકું મોઢામાં માણવું. તમે શું પસંદ કરશો? બે પ્રાથમિક રસ્તા છે. પહેલો, રાજ઼ યોગ, જેમાં શ્વાસનું નિયંત્રણ, ઈન્દ્રીઓ પર કાબુ, એકાગ્રતા અને ધ્યાન. બીજો જ્ઞાન યોગ, આધ્યાત્મિક અભ્યાસ, મનન અને અવિચલ ઉંડુ ધ્યાન.

  આ પાંચ ધાર્મિક પરિમાણો હિન્દુ ધર્મનાં વિવિધ સંપ્રદાયમાં મળે છે, દરેક પંથ અને સંપ્રદાય પોતાની સંસ્કૃતિ, ભક્તિ અને આધ્યાત્મિક અનુપમતાને અમુલ્ય ગણી તેને સુરક્ષિત રાખવાની કોશિષ કરે છે.

  Four dynamic stages:
  1) As a student, gaining knowledge in math, science and other fields;
  2) supporting and raising a family;
  3) as a grandparent, semi-retired, devoting more time to religious pursuits and community programs while guiding one’s offspring and their children;
  4) as the physical forces wane, withdrawing more and more into religious practices.

  image
  1. Student, age 12–24
  Brahmacharya Ashrama
  image
  2. Householder, age 24–48
  Grihastha Ashrama
  image
  3. Senior Advisor, age 48–72
  Vanaprastha Ashrama
  image
  4. Religious Devotion, age 72 & onward
  Sannyasa Ashrama


  The comments are owned by the author. We aren't responsible for their content.
  Copyright© 2021 Himalayan Academy. All rights reserved.

  Get from the App Store Android app on Google Play