• Publisher's Desk
 • Gujarati - ગુજરાતી
 • એક દસ મીનીટનો આધ્યાત્મિક અભ્યાસ 
 • એક દસ મીનીટનો આધ્યાત્મિક અભ્યાસ 

  image

  PUBLISHER'S DESK

  એક દસ મીનીટનો આધ્યાત્મિક અભ્યાસ

  ______________________

  જેમને આજની વ્યસ્ત જીન્દગીમાં થોડો કે જરાય સમય ન હોય તેમના માટે એક દૈનિક સંક્ષિપ્ત ઉપચાર

  ______________________

  સતગુરુ બોધિનાથ વેલનસ્વામી

  Read this article in: English | Italian | Marathi | Hindi | Gujarati |

  imageઆજકાલ રોજીંદી શારીરિક કસરત કરવાની માન્યતા ખૂબ વ્યાપક છે. લગભગ દરેક વ્યક્તિ એ વાતની જરૂરીયાત સમજે છે કે ફળદ્રુપ અને સંતુલિત જીવન માટે શારીરિક તંદુરસ્તી અને આરોગ્ય જરૂરી છે. ત્રણ જાતની કસરતો સુચવવામાં આવે છે : સહનશક્તિ વધારતી, શરીરની નરમાશ વધારતી અને શારીરિક બળ વધારતી. કસરતો જે સહનશક્તિ વધારે, જેમ કે ચાલવું, દોડવું અને પાણીમાં તરવું, આ જીવનશક્તિ વધારે છે અને હૃદય, ફેફસા અને લોહીને તંદુરસ્ત રાખે છે. શરીરની નરમાશ વધારતી કસરતો જેમ કે હઠ યોગ, તાઈ ચી અને નૃત્ય, જે સ્નાયુઓને નરમ કરી સાંધાઓને ગતિશીલ રાખે છે. શારીરિક બળ વધારતી કસરતો જે સ્નાયુઓનો બાંધો વધારે અને હાડકાને મજબુત રાખે છે. તેમાં વજન સાથેની કસરતો, બળ વધારતા વ્યાયામ અને પગથિયા ચડવા જેવી પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.

   

  શરીરની કાળજી રાખવી જરૂરી છે. પરંતુ જીવનમાં સૌથી સારી કામગીરી માટે આપણા અસ્તિત્વના બધા પાસા તરફ ધ્યાન આપવું જરૂરી છે: શારીરિક, સંવેદનશીલ / બૌધ્ધિક અને આધ્યાત્મિક. દરેકનું મહત્વ છે અને તેના તરફ ધ્યાન આપવું જરૂરી છે. આ ત્રણમાં, આધ્યાત્મિક પાસા ની મોટેભાગે અવગણના થાય છે, એ આપણું સાચું વ્યક્તિત્વ અને અસ્તિત્વનું હાર્દ હોવા છતાં. મારા ગુરૂદેવે લખ્યું: "આપણે આપણા વાસનાચિત્ત નો એ વિચાર સાથે મેળ સાધવો કે આપણે આધ્યાત્મિક વ્યક્તિ છીએ નહીં કે એક પ્રાકૃતિક કે બૌધ્ધિક વ્યક્તિ જે પાંચ ઈન્દ્રીઓ થકી જીવે છે. વ્યક્તિગત ચેતના એજ આપણું હાર્દ છે."

  આપણે શારીરિક તંદુરસ્તી કસરત દ્વારા જાળવીએ. આપણે આપણા સંવેદનશીલ / બૌધ્ધિક સ્વભાવને નવીન વસ્તુઓ શીખીને, માનસિક હોંશીયારી ને વધારી અને મજબુત કરીને પોશીએ છીએ.  આપણો સંવેદનશીલ સ્વભાવ અરસપરસના સંબંધો, સમર્પણની ભાવના અને સ્વીકાર કરવાથી, સારા ચારીત્ર્યના ગુણોનો વિકાસ કરીને, બીજાને મદદ કરી અને જીવનમાં સંતુલન લાવીને જળવાઈ રહે છે.

    આપણે ધાર્મિક પ્રવૃતિઓ દ્વારા આપણા આધ્યાત્મિક સ્વભાવ માટે સમય ફાળવીએ. હું આને આધ્યાત્મિક કસરત કહું. આ દરમીયાન, આપણને એ વાતનું ભાન રહે છે કે જીન્દગીનો મૂળ હેતુ એ આધ્યાત્મિક પ્રગતિ છે, મૂળભુત ધ્યેય તરફ આગળ વધવું, જે ઈશ્વરની અનુભુતિ, સાક્ષાત્કાર અને પછી મોક્ષ, પુનઃજન્મ ના ચક્રમાંથી મુક્તિ. આમાં આધ્યાત્મિક અભ્યાસ કરતા તેના અનુભવ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. તિરુમન્તિરમ શાસ્ત્ર કહે છે: "એક પછી એક પગલે, મનની એક્લતામાં સરી જઈ અંદર જુઓ. એક પછી એક, તમે અંદર અસંખ્ય સુંદર વસ્તુઓ અનુભવશો. અહીં અને તે પછી, તમે કદાચ ઈશ્વરને મળો, જેને પ્રાચીન વેદો હજુ બીજે બધે શોધે છે."

   

  મોટે ભાગે આપણે બધા આપણા બાહ્ય સ્વભાવમાં એટલા રચ્યાપચ્યા રહીયે છીએ કે આપણે ભાગ્યે જ આપણી સાચી, ભવ્ય સચ્ચાઈથી વાકેફ થઈએ. આમ એક પછી એક જીદંગી જતી રહે, જે મોટા ભાગના લોકો માટે જતી રહે છે, તેઓ જ્યારે મૃત્યુની નજીક આવે ત્યારે જ આ વાસ્તવિકતા વિશે વિચારવાનું શરૂ કરે છે.

  જેમ જેમ એક્વીસમી સદીમાં જીન્દંગી વધુ ને વધુ વ્યસ્ત અને બાહ્યસૃષ્ટિના પ્રભાવમાં હોય ત્યારે જીન્દગીની દોડભાગમાંથી થોડો શાંત સમય કાઢવાના ફાયદાઓની ગણતરી થતી નથી અને તેને મહત્વ અપાતું નથી. ભારતમાં રહેલા ઘણા રુઢિચુસ્ત કુટુમ્બો આજે પણ તેમના આધ્યાત્મિક જીવન માટે સમય કાઢી, વહેલી સવારે પૂજાપાઠ કરી મંત્ર જાપ કરે છે.

   

  ભારત અને બીજા દેશોમાં મોટેભાગે વલણ એ તરફ છે જ્યાં બહુ ઓછા કુટુંબોમાં આવી નિયમિતતા જોવા મળે છે. મારી સાથે બેસીને, મોટા ભાગના લોકો એક જ વાત કરે છે," અમારી પાસે પૂજા, જપ કે ધ્યાન માટે બીલકુલ સમય નથી." વ્યવસાય, આવવા જવામાં રસ્તામાં કાઢેલો સમય, ભોજન, મનોરંજન, શારીરિક કસરત અને કુટુંબ અને મિત્રો સાથેનો સમય તે આખા દિવસનો બધો વખત લઈ લે છે. રૂઢિગત એક કલાક ધાર્મિક પ્રવૃતિઓમા કાઢવો એ બહુ લાંબો સાબિત થઈ રહ્યો છે અને કેમ કે તેના ફાયદા સારી રીતે જાણ્યા સિવાય તેને મોટે ભાગે છોડી દેવામાં આવે છે. મારા ગુરૂદેવ આ ફાયદાઓ વિષે બોલ્યા, " તમારા રોજીંદા ધાર્મિક અભ્યાસને લીધે, તમે શાંત મને હિમતથી બાહ્ય દુનિયાના બળોનો સામનો કરી શકશો, અને જીદગીના દરેક પાસાનું કાર્ય પૂર્ણ કરી શકશો. કેમ કે તમારો દૈનિક અભ્યાસ તમારી નાડીઓ પર નિયંત્રણ લાવશે, તમારું કામકાજ ઉચ્ચકક્ષાનું થશે, તમારું માનસિક વલણ શાંત અને આત્મવિશ્વાસભર્યું રહેશે."

   

  તો આનું નિરાકરણ શું છે? હું ખાસ કરીને યુવાનો પર ધ્યાન આપું છું, તેમના આદર્શો ખૂબ દ્રઢ ન હોવાથી બદલાઈ શકે. મેં એક દસ મિનીટના અભ્યાસની યોજના કરી છે જેમાં ચાર પ્રવૃતિઓનો સમાવેશ થાય છે, તેને જ્યારે સમય મળે ત્યારે કરી શકાય. આશા રાખીએ કે દિવસ દરમીયાન કોઈ ખાસ સમયની મર્યાદા ન હોવાથી અને સાક્ષિપ્ત અભ્યાસને લીધે, વિદ્યાર્થીઓ તેના સ્પષ્ટ ફાયદાઓ સમજી તેને અમલમાં મૂકશે, અથવા તેમને માફક આવે તેવા અભ્યાસનું નિર્માણ કરશે. હું એમ સુચવું છું કે ૧૫ વર્ષની આસપાસ આ અભ્યાસ શરૂ કરી તેને માધ્યમિક શાળા અને ઉનીવર્સિટીમાં જાળવી રાખે. અભ્યાસ પછી, એવી આશા રાખીયે કે જેઓ તેમના આધ્યાત્મિક જીવન પ્રત્યે ગંભીર હશે તેઓ પોતાનો અભ્યાસ એક કલાક માટે વધારશે.

   

  આ આધ્યાત્મિક અભ્યાસમાં ચાર પ્રવૃતિઓનો સમાવેશ થાય છે. ભક્તિ, આત્મનિરીક્ષણ, દ્રઢિકરણ અને અભ્યાસ. ભક્તિમાં મનગમતા ઈશ્વરના મંત્રનો જાપ, નવ કે વધારે વખત, દરેક નામના રટણ સાથે ઈશ્વરની મૂર્તિ કે ફોટા સમક્ષ ચોખા અર્પણ કરવા. દાખલા તરીકે ભગવાન ગણેશ માટે મંત્ર 'ઑમ શ્રી ગણેશાય નમઃ' અથવા બીજો કોઈ જે તમારા સંપ્રદાયમાં પ્રચલિત હોય તે મંત્રનો ઉપયોગ કરી શકો. અથવા એક નાનું ભજન ઈશ્વરની મૂર્તિને ધ્યાનમાં રાખી ગાઈ શકાય. બે મીનીટ આ સરળ આદર અને આભાર વ્યક્ત કરવામાં જાય છે. આત્મનિરીક્ષણ ની પ્રવૃતિમાં મંત્ર 'ઑમ' નો નવ વખત આંખો બંધ કરી જાપ કરવો. 'ઑમ' મંત્રને અસરકારક બનાવવા, તેનો ઉચ્ચાર સારી રીતે કરવો. પહેલો અક્ષર 'ઑ' બીજો અક્ષર 'ઉ' અને ત્રીજો અક્ષર 'મ' જેમાં આગળના ઉપર અને નીચેના દાંત એકબીજાને સ્પર્શ કરતા હોય ત્યારે લાંબો 'મ' નું ઉચ્ચારણ કરવું. સાત સેકન્ડમાં તેનો જાપ થાય, 'ઑ' માટે બે સેકન્ડ, 'ઉ' માટે બે અને 'મ' માટે ત્રણ અને ફરી પુનરાવર્તન કરતા પહેલા બે સેકન્ડનું મૌન. આમ ત્રણે અક્ષર સાથે જ ઑઉમ- મૌન- ઑઉમ- મૌન. પહેલા અક્ષર 'ઑ' દરમિયાન ઉદરનું નાડીતંત્ર અને છાતી કાંપતી જણાશે, 'ઉ' માં ગળાનું કંપન, અને ત્રીજા અક્ષર 'મ' માં મસ્તકના ઉપરના ભાગનું કંપન. આની પાછળ બે મીનીટ આપો.

   

  દ્રઢીકરણ એ ખાસ આપણા માનસિક ચિત્ત પર અસર કરે તેવા વાક્યોનું પુનરાવર્તન જેનાથી ભવિષ્યમાં સારા પરિણામો આવે. આમાં નવ વખત આ વાક્ય બોલવું. " હું અત્યારે આજની ઘડીમાં બિલકુલ બરાબર છું." બીજા બે વાક્યો પણ દ્રઢીકરણમાં વાપરી શકાય. "મારી બધી જરૂરીયાતો હમેંશા પૂરી થશે." અને "હું શક્યમાન છું, હું હાંસિલ કરીશ, એ દરેક કાર્ય જેની હું યોજના કરું." આ દ્રઢીકરણ ના અસરકારક ઉપયોગ માટે ત્રણ ચાવી છે. ૧. મનને શબ્દોના અર્થ પર કેન્દ્રિત કરો. ૨. જે પરીણામ તમે ઈચ્છો છો તેની મનમાં કલ્પના કરો. ૩. પરીણામ ને પ્રાપ્ત કરી તમને ભવિષ્યમાં કેવો અનુભવ થશે તેને અત્યારે અનુભવો. આમાં એક મીનીટ કાઢો..

    અભ્યાસમાં હિન્દુ શાસ્ત્રનું પઠણ જે નવું જ્ઞાન અને ઉંડી સમજ આપે. એ જરૂરી છે કે તમે પુસ્તક એવુ પસંદ કરો કે જે સ્પષ્ટ અને પ્રેરણાદાયી હોય. આમાં પાંચ મીનીટ ફાળવો.

  આ બધા ધાર્મિક અભ્યાસના શું ફાયદા છે? ભક્તિનો ફાયદો એ છે કે તે આપણો ઈશ્વર પ્રત્યેનો પ્રેમ વધારે છે, તેની સાથેનો સંબંધ વિકસાવે છે. તે સ્વભાવિક રીતે જ આત્માર્થ પૂજાની પહેલાનું પગથીયું છે. ઑમ ના જપમાં આત્મનિરીક્ષણ કરવાથી મનમાં શાંતિ અનુભવાય. અને આપણી શક્તિને ઉંચે મનના આધ્યાત્મિક ભાગમાં લઈ જાય, જેથી આપણે ઉપરના ચક્રોમાં પ્રવેશ કરીએ. તે ધ્યાન ના ઉંડા અભ્યાસ માટેનું સ્વભાવિક પહેલું પગથીયું છે. જેમ કે શ્વાસનું નિયંત્રણ (પ્રાણાયામ), અને ઈન્દ્રીઓની શક્તિ પર કાબુ (પ્રત્યાહાર), વિચાર પર કેન્દ્રિત થવું (ધરણ), જેના થકી આપણા અંતઃકરણની અનુભુતિ (ધ્યાન અને સમાધિ). દ્રઢીકરણનું પુનરાવર્તન આપણો આત્મવિશ્વાસ વધારે અને હકારાત્મક બનાવે. જેનાથી દરેક કાર્યમાં સફળતા મળે છે. દ્રઢીકરણ ચિંતા દૂર કરે છે. શાસ્ત્રો નું પઠણ આપણી માન્યતા પ્રત્યેનું જ્ઞાન વધારે છે અને હિન્દુ શાસ્ત્રોના અભ્યાસની ઉંડી સમજ વધારે છે.

  એક વાતને યાદ રાખવી જરૂરી છે કે આધ્યાત્મિક પ્રગતિ આપણા અંતિમ ધ્યેય તરફ, જે ઈશ્વરની અનુભુતિ અને તેના થકી પુનઃજન્મ ના ચક્રમાંથી મુક્તિ, મોક્ષ, તેનો આધાર આપણે ધાર્મિક અભ્યાસમાં કેટલો સમય ફાળવીએ છીએ તેના ઉપર છે.

  સંત પાતંજલી તેમના યોગ સુત્રમાં આનો ઉલ્લેખ કરે છે. (૧.૨૧:૨૨) "ભક્તિભાવ દ્રઢ હોય તેને માટે સમાધિ નજીક છે. વ્યક્તિનો અભ્યાસ થોડો, મધ્યમ કે દ્રઢ હોય તેનો પણ ફરક પડે." સંત એમ સુચવે છે કે આધ્યાત્મિક પ્રગતિ એ માત્ર કેટલો સમય ફાળવીએ તેના પર આધાર નથી રાખતી, પરંતુ આપણી શક્તિ, નિષ્ઠા અને પ્રયત્ન પર આધાર રાખે છે. ત્રીજું સુત્ર આ વિષયમાં કહે છે, (૧.૨૩) "ઈશ્વર પ્રત્યેના ભક્તિભાવથી સમાધિ આવી શકે." તેનો અર્થ આપણી ઈશ્વર પ્રત્યેની દ્રઢ એક્નીષ્ઠા દ્વારા જે આશિર્વાદ અને દયા મેળવીએ તે આપણા પ્રયત્ન અને નિષ્ઠામાં ઉમેરો કરે છે.


  The comments are owned by the author. We aren't responsible for their content.
  Copyright© 2021 Himalayan Academy. All rights reserved.

  Get from the App Store Android app on Google Play