image

PUBLISHER’S DESK

મોક્ષ તરફનો પ્રવાસ

______________________

જો કે મોક્ષ કદાચ લાંબા વખત પછી મળે તેવું લાગે છતાં આ અંતિમ ધ્યેયને રોજીંદી જીન્દગી જીવીએ ત્યારે ધ્યાનમાં રાખવામાં ડહાપણ છે.

______________________

સતગુરુ બોધીનાથ


Read this article in:


English |
Gujarati |Marathi


image
Watch the Video Here

“ઋષિઓએ ઇશ્વરને પૂછયું :’ જો વ્યકિત ઇશ્વર સાથે આનંદમય સંમિલન પ્રાપ્ત કરવાની ઇચ્છા ધરાવતો હોય તો એણે શું કરવું જોઇએ? એવી કોઇ અવસ્થા છે કે જે નહીં કે માત્ર સવૉચ્ચ આનંદ બક્ષે, પરંતુ દુઃખ, પીડા અને વેદનાનો અંત લાવે? શું આ પુનઃ જન્મની ક્રિયા કાયમ ચાલ્યા રાખે?” ઇશ્વરે સમજાવ્યુઃ “ના, દરેક વખત જયારે આત્મા નવું શરીર ધારણ કરે છે, ત્યારે તે પરિપૂણૅ બનવાની નજીક જાય છે. દરેક વખતે સારો જન્મ પામવા, વ્યકિતએ હિન્દુ ધમૅના કુદરતી કાયદાઓ જણાવે તે પ્રમાણે જીવવું જોઇએ અને આ જીવનના કમૉને હકારાત્મક વલણથી અને સંપૂણૅપણે જીવવા જોઇએ અને સાથે સાથે નવા પીડાદાયક કમૉ કરવાથી દૂર રહેવું જોઇએ. આમ આવા કેટલાક ઉત્તમ અવતારો પછી અને જયારે ઇશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે આત્માનું શરીર પરિપકવ બને અને તેને બીજા શરીરમાં અવતાર લેવાની જરૂર રહેતી નથી. તેના બદલે, તે ચેતનાના આંતરિક લોકમાં તેનો વિકાસ ચાલુ રાખે છે. આ સંસારમાંથી મુકિતને મોક્ષ કહેવાય. આત્મા એ જન્મ અને મૃત્યુના બંધનમાંથી મુકિત પામે છે.” આ જોરદાર લખાણ દ્ધારા મારા ગુરુદેવ શિવાય સુબ્રમુન્યસ્વામીઍ પુનૅજન્માંથી મુકિતને સમજાવ્યું.

જીવનના અંતિમ હેતુને પ્રાપ્ત કરવા માટે, ત્રણ લાયકાતો મળવી જરૂરી છેઃ ધરતી પરના કમૉનો ઉકેલ લાવવો જોઇએ, ફરજોને સારી રીતે નિભાવવી જોઇએ અને ઇશ્વર સાથેની પરિપૂણૅતાને અનુભવવી જોઇએ. ઉપનિષદો આપણને આ બાબતની ખાત્રી આપે છે, “જો મૃત્યુ પહેલા વ્યકિત ઇશ્વરનો સાક્ષાત્કાર કરી શકે, તો તે વિશ્વના બંધનોમાંથી મુકિત પામી શકે.” (કથા ઉપનિષદ ૨.૩.૪)

શા માટે તેનો વિચાર પણ કરવો?

મે લોકોને પાંચ જ મીનીટમાં ઊંઘતા કરવાનો ખાત્રી પૂવૅકનો રસ્તો શોધી કાઢયો છે, તે છે મોક્ષ વિશે વિસ્તારમાં વાત કરવાનો. આવું શાથી? રોજીદા જીવનની મુશ્કેલીઓમાં ધ્યાન રહતું હોય ત્યારે, કોઇ માનસિક અવસ્થા મોક્ષ વિશે વિચારવા માટે તૈયાર રહેતી નથી. આમ તો, બીજા ત્રણ તાત્કાલિક લક્ષ્ય છેઃ ધમૅ, સંપત્તિ અને પ્રેમ. ખુબ ઓછા લોકો તેમના આધ્યાત્મિક વલણમાં મોક્ષનો સમાવેશ કરે છે. મોટાભાગના લોકોને મોક્ષ પછીના અસ્તિત્વ વિશે અસ્પષ્ટ માન્યતા હોય છે. ઉપરાંત, શા માટે જે દૂરનું લાગે તેના વિશે વિચારવું, જેની ચિંતા ભવિષ્યના જન્મમાં કરવાની હોય? મોક્ષ જયારે આત્મા ઇશ્વર સાથેની પરિપૂણૅતા માટે પરિપકવ હોય ત્યારે મળે, જયારે ઘણા જન્મો પછી વિકાસ પામે ત્યારે મળે એ સમજણને લીધે, એક સામાન્ય વ્યકિત એવું તારણ કાઢે છે કે મોક્ષ એ જુપીટર ગ્રહ જેટલો દૂર છે, તેની માત્ર સાધુ અને સંતોને ચિંતા હોય છે.

મુશ્કેલી એ બાબતની છે કે જીવનના અંત્તિમ આધ્યાત્મિક ધ્યેયને રોજીદા કુટુંબીક જીવનમાં કેવી રીતે સુસંગત બનાવવો. હું મારા જાહેર ભાષણોમાં મોક્ષને એક સ્થળ તરીકે સંદભૅમાં લઉં છું અને તેના તરફના પ્રવાસનું વણૅન કરું છું. અંતિમ મુકામ દૂર હોવા છતા, તેના તરફનું પ્રયાણ એ પહેલેથી જ થઇ રહયું છે, અગર આપણે તેને સમજીએ કે નહી હું દશૅકોને એક પવૅત અને તેના ટોચ ઉપર જતો આકો આડો અવળો રસ્તો વિશે કલ્પના કરવાનું કહું, જે ઇશ્વરના સાક્ષાત્કાર અને મોક્ષનો આનંદમય અનુભવ છે. દરેક જીવનમાં આપણે રસ્તાના તે સ્થળે જન્મ લઇએ જયાં આગલા જન્મમાં આપણે પહોંચ્યા હતા. આદશૅ રીતે, દરેક જીવનમાં આપણે પવૅતની ટોચ તરફના રસ્તામાં આગળ વધીએ, આપણે માત્ર ઊભા ન રહીએ અથવા પાછા ન જઇએ. ભૌતિક, સ્વાથીઁ જીવન જીવવાથી આપણે માત્ર રસ્તામાં ઊભા રહીએ છીએ. જયારે અધામિઁક કાયૉ જેમ કે ગંભીર હિંસા અને બેઇમાની કરીએ ત્યારે તેની કિંમત આપણે રસ્તામાં પાછા ઊંધા જઇને ચુકવવી પડે છે.

આ એક લાંબા ગાળાનો ધ્યેય ધમૅ પ્રત્યે સારી રીતે જીવન વ્યતિત કરવાની દિશાનું વણૅન કરે છે અને પૃથ્વી ઉપરના અસ્તિત્વના તોફાની દરિયા માટે ઉત્તરના તારો સમાન બની રહે છે. બધા છેવટે મોક્ષ પ્રાપ્ત કરવાની આશા રાખે છે. છતાં મોટા ભાગના લોકો માટે ઘણું કરવાની જરૂર છે તે પ્રત્યેના પ્રયાણની પહેલાં. તે ત્યારે શકય બને છે જયારે એક સ્તરની સંપૂણૅતા આવે, આત્માનો વિકાસ જે વૃત્તિ, લાગણી અને બુધ્ધિના બળોને કાબુમાં રાખવા થયેલો હોય. જયાં સુધી એ રસ્તની પરિપકવતા પ્રાપ્ત ન થઇ હોય, ત્યાં સુધી આપણું કામ દરેક જીવનમાં પ્રબળ બનવાનું છે, ધમૅ પ્રમાણે જીવવાનો પ્રયાસ કરવો, હિંમતપૂવૅક કમૅનો સામનો કરી તેનો નિકાલ લાવવો. ઉમળકાભેર, હિન્દુ ધમૅ એ બાબતનો એકરાર કરે છે કે પૃથ્વી પરની દરેક વ્યકિત છેવટે મોક્ષની એકરૂપતા અને પૂનૅજન્મથી છૂટકારો પામે છે.

image

આપણે મોક્ષ તરફ કેવી રીતે પ્રયાણ કરી શકીએ તે સમજીવવા હું નૃત્યુનું ઉદાહરણ આપું છું. હું શ્રોતાઓને પુછું, “હિન્દુ શાસ્ત્રીય નૃત્યને સારી રીતે શીખવા યુવકોએ શુ કરવું જરૂરી છે?” શ્રોતાઓ અચૂકપણે, મારા ધ્યાનમાં જે હોય તે જ જવાબ આપે, “અભ્યાસ!” નૃત્ય વિશે ચોપડીઓ વાંચવાથી તમે સારા નૃત્યકાર ન બની શકો. કલાસમાં જે શીખ્યા હોવ તેનો અભ્યાસ કયૉ વગર સારા નૃત્યકાર ન થવાય. નિયમીત અભ્યાસ શરીરને વાળવા અને કળાને શીખવા જરૂરી છે. મોક્ષ તરફના આધ્યાત્મિક પ્રવાસમાં આગળ વધવા માટે પણ આ સાચું છે. આપણા દૈવી સ્વભાવના વિકાસ અને વૃધ્ધિ માટે નિયમીત અભ્યાસ જરૂરી છે, આદશૅ રીતે દૈનિક પ્રથા. આધ્યાત્મિક ઉન્નતિ એ ધામિઁક અભ્યાસમાં ગાળેલા સમય અને પ્રયત્નો સાથે સીધી સંકળાયેલી છે. સંત પાતાંજલી તેમના યોગ સુત્રમાં તેના ઉપર ભાર મૂકે છે. “જેમનું સમપૅણ મજબૂત હોય તેમના માટે, સમાધિ નજીક છે. વ્યકિતનો અભ્યાસ હળવો, મધ્યમ કે તીવ્ર હોય તેનો પણ ફરક પડે છે.”

“માગૅ ઉપર રહેવું”

મારા ગુરુદેવે શીખવ્યુઃ “જયારે આત્માને પૂરતા અનુભવો થાય ત્યારે તે કુદરતી રીતે જ મુક્તિ શોધે છે. બંધનોમાંથી બહાર નીકળીને. તે દુનિયામાં એક અદભૂત પ્રક્રિયાની શરૂવાત કરે છે જયારે વ્યકિત પહેલી વાર આધ્યાત્મિક પંથ પર પગલા માંડે છે. અલબત, આ બધા વખત દરમીયાન, દરેક જન્મ અને મૃત્યુ થકી, આત્માનો આધ્યાત્મિક વિકાસ થતો હતો, પરંતુ અભાનપણે. જયારે હવે તે ઇશ્વરને સભાનપણે જાણે છે. આ એક મોટો તફાવત છે.” તેમણે એ વાત પર ભાર મૂકયો કે ભકતો જેઓ શ્રધ્ધાળુ છે, જેઓ યોગને અમલમાં મૂકવા માટે જાગૃત થયા છે, જેમણે જીવનના આંતરિક અથૅને સમજવા તૈયારી બતાવી છે તેઓ એક નિણૉયક તબક્કે આવ્યા છે. મુકિત ભલે ઘણા જન્મો પછી મળે, આ વખત ખરેખર ધ્યેયને સમજવાનો છે અને એવી રીતે રહેવા માટે તમારી જાતને ઢાંચામાં લાવવાનો છે જેનાથી આત્માનો વિકાસ અને ઉન્નતિ થાય.

પરંતુ આધ્યાત્મિક અભ્યાસ માટે આટલો બધો વખત સામાન્ય દિવસમાં કાઢવા માટે કોની પાસે સમય છે? ઘણા મને કહે છે કે તેમની પાસે બિલકુલ સમય નથી. રોજગાર, પરિવહન, ભોજન, મનોરંજન, કસરત, ઘરની ફરજો અને પરિવાર અને મિત્રો સાથે સમય ગાળતા આખો દિવસ નીકળી જાય. ઉકેલ માટે, હું સાધનાનો સમય ઓછો કરવાનો પરંતુ નિયમીતપણે તેને કરવી તેવી ભલામણ કરું છું. યુવાનો માટે, હું દસ મીનીટની (આધ્યાત્મિક કસરત) જેમાં પૂજા, આત્મનિરીક્ષણ, પ્રતિમા અને અભ્યાસનો સમાવેશ થાય છે. (આ વિષય પર મારું સંપૂણૅ વણૅન જુઓઃ (bit.ly/Ten-Minutes). તમે ધમૅનું આચરણ અને નિયમીત સાધના કરતા હોવ તો તમને એ વાતની ખાત્રી રહે કે તમે આ જીવનમાં મુકિત તરફના પ્રવાસમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહયા છો. જેમ જેમ આપણે પ્રગતિ કરીએ તેમ ધીમે ધીમે આપણે નીચલા ચક્રો ભય, ક્રોધ, ઇષૉ, મુંઝવણ અને ધ્વેષના વિસ્તારમાં ઉતર્યા વગર શુધ્ધ ચેતનાની અવસ્થાને ટકાવી રાખવાનું શીખીએ છીએ. મોક્ષ પછી, ચેતના ઉપરના ત્રણ ચક્રો વિશુધ્ધ, આજ્ઞા અને સહસાર જે દિવ્ય પ્રેમ, દૈવી દ્રષ્ટિ અને દિવ્ય પ્રકાશના કેન્દ્રો છે તેમાં સંપૂણપણે રહે છે.

ગુરુદેવ આપણને યાદ કરાવે છેઃ “આ શરીરમાં આપણે જન્મ આપણી દિવ્ય સમથૅતામાં વિકસવા અને ખીલવા માટે લીધો છે. આપણે અંદરથી ઇશ્વર સાથે એકરૂપ છીએ. આપણો ધમૅ આ એકરૂપતાની અનુભૂતિ માટેનો પંથ બતાવે છે. અને માગૅમાં આવતા બિનજરૂરી અનુભવોને કેવી રીતે દૂર રાખવા તેનું જ્ઞાન આપે છે. આ અજોડ માગૅએ આપણા

આધ્યાત્મિક પૂવૅજોને અનુસરવાનો, શાસ્ત્રોના ગૂઢ અથૅને શોધવાનો છે. આ અજોડ પંથ એ પ્રતિબધ્ધતા, અભ્યાસ, શિસ્ત્ત અને યોગના વિકાસ દ્ધારા જ્ઞાન તરફનો છે. શરૂવાતના તબક્કામાં આપણે જયાં સુધી શિખીએ નહીં ત્યાં સુધી દુઃખી રહીએ. જ્ઞાનની પ્રાપ્તિ આપણને સેવા તરફ લઇ જાય છે અને નિસ્વાથૅ સેવા એ આધ્યાત્મિક બનવાના પ્રયાસની શરૂવાત છે. સેવા આપણને સમજ તરફ દોરી જાય છે. સમજણ આપણને વિક્ષેપ વગરના ઊંડા ધ્યાન તરફ દોરી જાય છે. છેવટે, ધ્યાન આપણને ઇશ્વરના શરણે લઇ જાય છે. આ સીધો અને ચોકકસ રસ્તો છે, સન માગૅ – જે આત્માના સાક્ષાત્કાર તરફ – જે જીવનનો અંતરતમ હેતુ છે – અને મોક્ષ અને પૂનૅજન્મમાંથી મુક્તિ માટેનો.

તમારી વ્યાખ્યા શું છે?

જે સમયે આત્મા તેના ક્રમિક વિકાસમાંથી મુકિત પામે છે તે પછી તેનું શું થાય છે તેની સમજ જુદી જુદી રીતે વણૅવવામાં આવી છે. હિન્દુ ધમૅના મોટા ભાગના પંથો જીવનમુકિતને દેહધારી મુકિતની અવસ્થામાં માને છે. મોક્ષ જીવન દરમીયાન કે મૃત્યુના સમયે પ્રાપ્ત થયો હોય, તે પૃથ્વી પરના મુકામનો અંત અને વધુ શુધ્ધ સ્તરના અસ્તિત્વ તરફના ગુણવત્તાનું ચિન્હ છે. આપણને પ્રાચીન બ્રહ્મસૂત્રના અભ્યાસ દ્ધારા જુદા-જુદા અભિપ્રાયો મળે, જે ઘણા વતૅમાન મતોને ટાંકે છેઃ મુક્તિ મેળવી આત્મા (જીવ) એ બ્રાહ્મણથી અભિન્ન રહે છે. (iv.4.4), તે બ્રાહ્મણના લક્ષણો મેળવે છે (iv.4.5), તે માત્ર એક શુધ્ધ ચેતના તરીકે રહે છે. (iv.4.6), તે શુધ્ધ ચેતના એક સંબંધિત દ્રષ્ટિબિંદુ થકી હોવા છતા, તે બ્રાહ્મણના લક્ષણોને પ્રાપ્ત કરે છે. (iv.4.7), તે શુધ્ધ સંકલ્પ દ્ધારા જે ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકે (iv.4.8), તે કોઇ શરીર કે મન થી પર છે. (iv.4.10), તે દિવ્ય શરીર અને મન ધારણ કરે છે. (iv.4.11) અને તે બધી ક્ષમતા ધારણ કરે છે જે ઇશ્વર માત્ર પાસે છે, સિવાય કે સજૅન કરવાની ક્ષમતા (iv.4.17)

આ વિચારો ઘણા અલગ છે, પરંતુ તેઓ બઘા એક એવી અવસ્થા અને વિકાસનું વણૅન કરે છે જે સામાન્ય માણસની સભાનતાથી પર છે. શું વિચારવા માટે કે પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવું જરૂરી નથી? આ એ અવસ્થા છે જયાં, દિવ્ય આત્માઓ જેમ કે આપણા પરમગુરુ યોગસ્વામી, જે શિવલોકની આંતરિક દુનિયામાં તેજપૂવૅક રહે છે, જે તેમના પૃથ્વી પરના અનુયાયીઓ પર આશિઁવાદની વષૉ કરે છે. તે માનવ સિધ્ધિઓમાંની સૌથી ઉત્તમ, પરાકાષ્ઠા અને જીવનના બીજા બધા અનુભવોનો એક માત્ર હેતુ – મયૉદિત ઓળખનું ક્રાંતિકારી મહિમામાં રૂપાંતર જે એકરૂપ ચેતના અને સવૅ વ્યાપક પ્રેમની તરફેણ કરે છે. જયારે એક વૃધ્ધ આત્મા આ સંસારમાંથી મુક્તિ પામી, જન્મ, મરણ અને પુનઃજન્મના ચક્રમાંથી મોક્ષ પામે ત્યારે બધા લોકમાં આનંદ ફેલાય છે.

image

S. RAJAM

Above and Beyond: Having fulfilled karma and dharma, the yogi realizes God within and reaches the state of perfect freedom.