Read this article in:
English |
Gujarati |
Hindi |
Marathi |
Russian |
Spanish |
Tamil

આધ્યાત્મિક જીવન એ આપણા બાકીના જીવનથી અલગ નથી, એ તો માત્ર સર્વ શ્રેષ્ઠ છે. ધારો કે એક મહિલા એવું સાંભળે છે કે રામકૃષ્ણ પરમહંસ ને ભગવાન એટલા સ્પષ્ટ રીતે દેખાયા જેમ કે આપણે આપણા હાથમાં મુકેલા સફરજન ને જોઈએ. અથવા એક પુરુષ મહાન યોગીની વાત સાંભળે છે જેને પરમ સત્યનો અનુભવ જિંદગી પરિવર્તીત થઈ જાય તેવા અદભૂત પ્રકાશ થકી સર્વવ્યાપી એકરુપતા ની અનુભુતિ દ્વારા થયો. આમ જોઈને એ પુરુષ કે મહિલા કદાચ દિવસો સુધી ગુફામાં બેસીને કે વૃક્ષ નીચે ધ્યાન ધરવાનું નક્કી કરે. અથવા તો તેઓ દિવસો સુધી ઉપવાસ કરે, અઘરી યાત્રાઓ પર જાય અને ગૂઢ મન્ત્રો ના કલાકો સુધી જાપ કરે. શું તેઓ આ પ્રયાસોથી સફળ થશે? અનુભવ કહે છે કે મોટે ભાગે આ શક્ય નથી.

વાસ્તવિક જીવન એ તેમના સફર વિષે સંકેત કરે છે. માનો કે કોઈ વ્યક્તિ પિયાનો ની કૉન્સર્ટમાં જઈને દુનિયાના સર્વશ્રેષ્ઠ સંગીતકારને સાંભળે છે. સંગીત મનમોહિત છે, સંગીતકારની આવડત પરિપૂર્ણ, ખામી રહિત અને સંપૂર્ણ. સંભાળનાર વ્યક્તિ નક્કી કરે છે “આ મારો માર્ગ છે. હવે મારે આજ કરવું છે.” એ પિયાનો પર બેસી, શ્રેષ્ઠ સંગીતકારના સંગીતને વગાડવાનો પ્રયત્ન કરે છે પરંતુ શ્રેષ્ઠ સંગીત ગુંજતું નથી, ગમે તેટલા કલાકો કાઢે, ગમે તેટલી નિષ્ઠાથી પ્રયાસ કરે, જે સંગીત સભામાં સાંભળ્યું તે પ્રાપ્ત કરી શકતો નથી.

આવું શાથી? આનું કારણ એ છે કે તે વ્યક્તિ એ વાત સમજ્યો નહીં કે એવી પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા પાછળ ખૂબ મહેનત જરૂરી છે. સફળતા માટે એ જરૂરી છે કે શરુવાત માર્ગના આરંભ થી થાય નહીં કે વચ્ચેથી કે અંતે. જો પાયાના નિયમોને ટાળવામાં આવે તો આધ્યાત્મિક માર્ગમાં આપણાં પ્રયત્નો વિકાસ ન પામી શકે. સંગીતકારના ઉદાહરણમાં, સૌથી જરૂરી છે સંગીતના શાસ્ત્રો ની સમજણ, નાડી અને સ્નાયુની કેળવણી, યાદશક્તિ, સંગીત સમજવા માટે કાનની તાલીમ અને અભ્યાસ, અભ્યાસ, અભ્યાસ. આ આધ્યાત્મિક જિંદગીંથી જુદું નથી. મહાન ઋષિઑ ગુફામાં થોડી વાર બેસીને જ્ઞાન પ્રકાશ હાંસિલ નથી કરતા. તેઓ પોતાની જાત સાથે વર્ષો અને દાયકાઓ સુધી મહેનત કરે છે. તેમણે સાધના દ્વારા પોતાની આદતો, ઈચ્છાઓ અને પ્રતિક્રિયાઓ અને તેમનું મુળભુત ચારિત્ર્ય બદલ્યું. જો આપણે તેમણે જે હાંસિલ કર્યું છે તેની ઈચ્છા રાખીએ તો આપણે પણ તે પ્રમાણે કરવું પડશે. આપણે પ્રયત્ન કરવા જ પડશે.

મુળભૂત સિધ્ધાંતો, જેના પાયા પર આધ્યાત્મિક વિકાસનો આધાર છે તે આપણું ચારિત્ર્ય છે. ચારિત્ર્ય શું છે? એ વ્યક્તિના માનસિક અને નૈતિક ગુણોનો સરવાળો છે. આધ્યાત્મિક જીવન ના પહેલા તબ્બાકામાં ચારિત્ર્ય ની કેળવણી, સુધારો અને રૂપાંતર માટે પ્રયત્નો કરવામાં આવે છે. મારા ગુરુ શિવાયા સુબ્રમુન્યસ્વામીએ કહું:

“એ સાચું છે કે ધ્યાન કરવાથી અત્યંત સુખની પ્રાપ્તિ થાય છે. અને એ પણ સાચું છે કે ઉચ્ચ માનસિક ચેતના એ માનવનો વારસો છે. પરંતુ એ પરમ સુખની લાગણી જાળવવા માટે દસ સંયમો અને તેને અનુરૂપ દસ નિયમો જરૂરી છે. એ ઉપરાંત પોતાના તરફ અને અન્ય તરફ સારી લાગણીની કેળવણી દરેક જન્મમાં જરૂરી છે. આ સંયમો અને નિયમો ચારિત્ર્ય બનાવે છે. ચારિત્ર્ય એ આધ્યાત્મિક વિકાસનો આધાર છે. હકીકત એ છે કે જેટલા ઉંચા આપણે જઈએ તેટલા જ નીચા આપણે પછડાઈએ. ઉપરના ચક્રો ગતિમાન હોય અને નીચેના ચક્રો વધુ ગતિમાન રહે છે. માર્ગ ઉપર ટકી રહેવા માટેના સંપૂર્ણ સંતોષની જાળવણી માટે આપણી રહેણીકરણી માં ચારિત્ર્ય નો ચોતરો બંધાવવો જરૂરી છે. મહાન ઋષીઓએ માણસના સ્વભાવની નબળાઈ જોઈને આ માર્ગદર્શન અને શિસ્તો આપી, તેને મજબુત કરવા માટે. તેમણે ક્હ્યું: ‘ખૂબ પ્રયત્ન કરો.’ પ્રયત્ન કરો કોઈને દુખી ન કરવાનો, સાચું બોલવાનો અને બાકીના સદાચારના જે નિયમો આપ્યા છે તેનું સન્માન કરવાનો.”

ચિન્મયા મિશન ના સ્થાપક, સ્વામી ચિન્મયાનંદે ચારિત્ર્ય ના રૂપાંતર નો આધ્યાત્મિક વિકાસ સાથે સીધો સંબંધ બતાવ્યો. “જો આપણે જીન્દગીને એ રીતે તૈયાર કરીએ જેનાથી પોતાની અંદરની સમર્થતા બહાર આવે, અને જો આપણે આપણું વર્તન એવું બનાવીએ જે આ સમર્થતાને કેળવે અને તેનું પોષણ કરે, તો આપણી જીન્દગી યથાર્થ બનશે. આપણી સફળતાનો આધાર આપણાં ચારિત્ર્ય અને વર્તનમાં કેટલો રૂપાંતર લાવીએ તેના પર રહ્યો છે.”

દરેક વ્યક્તિ ચારિત્ર્ય ના ઘણા લક્ષણો ધરાવે છે, આ લક્ષણ એ તેમનો સ્વભાવ, ટેવ મુજબનું વિચારવું, બોલવું કે વર્તન કરવું. મોટા ભાગના લોકો સારા લક્ષણો (જેમ કે ઉત્સાહી રહેવું, સમયનું પાલન કરવું, દયાળુ કે નિષ્ઠાપૂર્વકનું વલણ) અને ખરાબ લક્ષણો (કટાક્ષવાળું બોલવું, પ્રમાદી વલણ, વિલંબ કે ઢીલ કરવાની આદત અથવા છેતરપીંડી) નું મિશ્રણ ધરાવે છે.

આપણે બધાએ ચારિત્ર્ય ના ખરાબ લક્ષણો માટેનું હમેંશાનું બહાનું તો સાંભળ્યું જ છે. “હું આવો જ છું, તેના માટે હું શું કરી શકું? હું આળસુ જ છું.” હિન્દુ ધર્મ એ શીખવે છે કે આ જન્મનું આપણું ચારિત્ર્ય એ પૂર્વ જન્મોના આપણા કાર્યોનો સરવાળો છે. કેટલાક વ્યક્તિઓ સ્પષ્ટ રીતે જન્મથી જ ધાર્મિક હોય છે જ્યારે બાકીના સ્વાર્થી અને કપટી હોય છે. હિન્દુ ધર્મ તે છતાં એમ પણ શીખવે છે કે આપણે જે ચારિત્ર્ય ના લક્ષણો લઈને જન્મ્યા હોય તેને ચિંતન અને પ્રયત્નપૂર્વક આપણા વિચારો અને વર્તન ઉપર ધ્યાન આપીને અને તેને કાબુમાં રાખીને, ખાસ કરીને સારા વિચારો અને કાર્યોનું પુનરાવર્તન કરીને બદલી શકીએ છીએ. ચારિત્ર્ય ના જે ગુણને આપણે વિકસીત કરવા માંગતા હોઈએ તેને વારંવાર લક્ષમાં રાખી વ્યક્ત કરવાથી તે મજબૂત બનશે.

એ વાત કબુલ કરવી કે આપણે ચારિત્ર્ય ના ખરાબ લક્ષણ જેમ કે પ્રમાદી વલણ ને બદલી શકીએ એ સૌથી પહેલું જરૂરી ડગલું છે. એક્વાર એ વાતનું અનુસંધાન થાય પછી નીચેના ચાર કદમો ચારિત્ર્ય ના સારા લક્ષણને ખીલવવા માટે મદદરૂપ થાય છે.

  1. સારા લક્ષણને સમજવું
  2. તેની અભિવ્યક્તિને સમજવી
  3. તેના ફાયદાઓને સમજવા
  4. તેની અભિવ્યક્તિને આચરણમાં મૂકવી

આ રીતનો ઉપયોગ કરતી વખતે આપણે નીચેના પાતંજલી યોગ સુત્રના મુળભુત સત્યને ધ્યાનમાં રાખીએ. “અનિચ્છનીય વિચારોને હટાવવા માટે તેનાં વિરૂધ્ધ વિચારોને કેળવવા જોઈએ. અનિચ્છનીય વિચારો જેવા કે કોઈને હાની પહોંચાડવી- તેનો ઉદભવ, અમલ કે સમર્થન, જે ક્રોધ, લોભ કે મોહમાંથી ઉત્પન્ન થાય, તે સામાન્ય, મદ્યમ કે હદ વટાવી જાય તે માત્રા નો હોય- તે દુઃખ અને અજ્ઞાનને પોષવાનું કદી બંધ નથી કરતા. તેથી જ વ્યક્તિએ સારા લક્ષણો કેળવવા જોઈએ.”

હવે આપણે આ ચાર પગલાં ની રીત કેવી રીતે પ્રમાદ અને આળસી વલણને બદલી ઉધ્યમી બનાવવામાં વાપરી શકાય તે જોઈએ.

પહેલું ડગલું: સારા લક્ષણને સમજવું. તમને જે સારા ચારિત્ર્ય લક્ષણ ની કેળવણી કરવી છે તેની સ્પષ્ટ સમજ છે તેની ખાત્રી કરી લો. એક સારો રસ્તો એ છે કે તેની તમારા શબ્દોમાં વ્યાખ્યા આપો. ઉધ્યમી એટલે “સખત કામ કરનાર, જે લાંબા સમય સુધી કામ પતવવા માટે મહેનત કરવા તૈયાર.” તેનું ઉલટુ પ્રમાદી કે આળસુ “જેને સખત કામ કરવું ન ગમે, જે બેકાર બેસવાનું પસંદ કરે.” આ પછી સારા લક્ષણ પર ધ્યાન આપો.

બીજું ડગલું: તેની અભિવ્યક્તિ સમજવી. વિચારો, શબ્દો, વલણો અને વર્તન ની એક યાદી બનાવો જે સારા લક્ષણ ધરાવતા લોકોમાં હોય. પછી તેના વિરૂધ્ધ લક્ષણની સામે યાદી બનાવો.

ઉધ્યમી પ્રમાદી
કામ હમણાં કરો કામને ટાળો
કામ પતાવવા મોડા સુધી કામ કરો કામને સૌથી પહેલું બંધ કરો
ઉત્પાદકતા વધારવી અલ્પ્તમ કામ કરવું

ત્રીજું ડગલું: તેના ફાયદાઓ સમાજવા. લક્ષણ ના ફાયદાઓની યાદી બનાવો. એમાં જયારે તેના ઉલટા લક્ષણ ને અમલમાં મૂકવામાં આવે ત્યારે ઉભી થતી સ્મસ્યા પર ઉંડી નજર નાખો.

  • ઉધ્યમી
  • કુટુંબ અને સમાજને ઉપયોગી થવાની સમર્થતા
  • કારકિર્દીમાં આગળ વધવાની તકો
  • સ્વમાનમાં વધારો
  • ટીકાથી પર રહેવાય

શાસ્ત્રો પણ આ બાબતમાં ઉંડી સમજણ આપે છે. તિરૂકુરાલ ઉધ્યમી જીવન પર ખૂબ મૂલ્યવાન વિચારો અર્પણ કરે છે. “સારું નસીબ પોતે જ ઉધ્યમી માણસને ખોળી કાઢે છે.” તેના વિરૂધ્ધ આળસુ જીવન પર એ ચેતવે છે. “ઢીલ, ભૂલકણુ વર્તન, પ્રમાદ અને નિંદ્રા- આ ચાર જે જહાજમાં હોય તેને તે અચૂક ડુબાડે છે.”

ચોથું ડગલું: તેની અભિવ્યક્તિને આચરણમાં મુકવી. નિયમિત અભ્યાસ શરૂ કરો જે સારા ચારિત્ર્યના લક્ષણોના સ્વભાવને વિકસાવે. તમે જેમ જેમ તેના ફાયદાઓ અનુભવો તેમ તેના ઉપર ધ્યાન આપો. વાસ્તવમાં શક્ય હોય તેવા લક્ષ્ય રાખો. એ વાતનું ધ્યાન રાખો કે લક્ષ્ય ખુબ ઉંચું ન હોય, અથવા તમે નાસીપાસ થઈ જશો અને પ્રયત્ન જ છોડી દેશો. ઉધ્યમી લક્ષણ માટે, તમારી ઉત્પાદક્તા રોજ પાંચ ટકા વધે તે ઉપર ધ્યાન આપો. તે કામ ઝડપથી કરીને કે વધુ વખત આપીને અથવા તો બન્ને થકી શક્ય બને છે.

ધીરે ધીરે, ચારિત્ર્ય ખીલશે અને તમારા ઘણા વિશિષ્ટ લક્ષણો જે તમારું વ્યક્તિત્વ બની ગયા છે તે બદલાઈ જશે, ઉંડી આધ્યાત્મિકતા અને વધુ સુરક્ષિત ભૌતિક જીવન તમારી રોજીંદી જીન્દગીમાં રંગ લાવશે. યાદ રાખો: “નિયમિતતા એ કર્મોને જીતવાની કડી છે.”