image

Publisher’s Desk

મંદિર એ સંસ્કૃતિનું ઉદભવસ્થાન

______________________

ઘરના પૂજાના ઓરડાને મંદિર સાથે સભાનતા થી જોડવાથી, કુટુંબ રીવાજોને ટકાવી રાખે છે અને સંબંધોને મજબુત કરે છે.

______________________

સતગુરુ બોધીનાથ વેલનસ્વામી

Read this article in:
English |
Hindi |
Gujarati |
Italian |
Marathi |

૨૫ વર્ષના ગાળા દરમિયાન ૧૯૭૫ થી ૨૦૦૧ સુધી, હિન્દુઇસમ ટુડે ના સ્થાપક, સતગુરુ સિવાય સુબ્રમુન્યસ્વામી, મંદિરો ની સ્થાપનામાં ખૂબ કાર્યસાધક રહયા. ગુરૂદેવે ૩૭ મંદિરોને માર્ગદર્શન આપ્યું, જે અમેરિકા, કૅનડા, ગ્વાડલૂપ, ડેન્માર્ક, ઇંગ્લેંડ, ફિજી, જર્મની, મૌરિશિયસ, ન્યૂ જ઼ીલૅંડ, રિયૂનિયન, રશિયા, સ્વીડન અને શ્રીલંકામાં થયા- દરેક પ્રદેશના લોકોને કે મંદિરને ભગવાનની મૂર્તિ આપીને, ખાસ કરીને ભગવાન ગણેશ ની મૂર્તિ અને જ્યારે જરૂરી બન્યું ત્યાં માર્ગદર્શન આપીને મદદ કરી. તેમણે બીજા એકાદ ડજ઼ન મંદિરોને પોતાનો વિશ્વવ્યાપી અનુભવ અને વિવિધ લોકોને ભેગા કરવાની આવડત થકી મદદ કરી અથવા તો તે મંદિરની યોજનાની હીન્દુઇસમ ટુડે માં જાહેરાત કરી લોકોનું ધ્યાન દોર્યું.

ગુરૂદેવે શા માટે આટલો બધો ઉત્સાહ આ બીજા સંગઠન ના મંદિરોની સ્થાપના પાછળ કાઢ્યો જેમનું તેમની પોતાની સાથે કોઈ જોડાણ ન હતું? તેમણે તેવું એટલા માટે કર્યું કારણ કે તેમને એ વાતની પુરી ખાત્રી હતી કે મંદિર જ હિન્દુ સંસ્કૃતિને શાશ્વત બનાવે છે. તેમણે સમજાવ્યું કે જો હિન્દુઓ બીજા દેશમાં જાય અને ત્યાં મંદિર ન બાંધે, તો કેટલીક પેઢીઓ પછી તેમની અમૂલ્ય સંસ્કૃતિ ખોવાઈ જશે.

જુલાઇ ૨૦૦૦ માં એક સત્સંગ દરમીયાન, એક અનુયાયી એ ગુરૂદેવને પૂછ્યું, “હિન્દુ સંસ્કૃતિ ને શું થયું છે? એવું લાગે છે કે બૉલીવુડ ના પ્રભાવથી બધા પશ્ચિમ તરફ વળ્યા છે. શું હિન્દુ સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, આ બધા પછી લાંબો સમય ટકી શકશે?”
ગુરૂદેવે કહ્યું,” આપણે જોઈએ છીએ કે આજની દુનિયામાં ઝગડાળુ વલણ- જ્યાં લોકોને એક બીજા સાથે મનમેળ હોતો નથી, પરંતુ કેટલીકવાર મનમેળ હોય તેવો દંભ કરે છે- તે સંસ્કૃતિ ઑફીસ અને ફેકટરીઓ અને અધાર્મિક પ્રવૃતીઓમાંથી આવે છે. ભારતીય સંસ્કૃતિ કદાચ ભારતમાં ઓછી થઈ રહી હશે, પરંતુ પશ્ચિમમાં તો મંદિરમાં થતા પૂજાપાઠથી ખરેખર વધી રહી છે. આપણો ઈશ્વર, દેવો અને દેવીઓ સાથેનો સંબંધ એ દુનિયામાં પુરુષો, સ્ત્રીઓ અને બાળકો સાથેના સંબંધની સ્થાપના કરે છે. સંસ્કૃતિ બીજા લોકોની લાગણીઓ પ્રત્યેની સભાનતાથી આવે છે જેમ કે આપણે મંદિરમાં દેવોની લાગણી પ્રત્યે અને અંદરના પવિત્ર સ્થાનમાંથી આવતી શક્તિ પ્રત્યે સંવેદનશીલ હોઈએ છીએ. જીન્દગીમાં ધર્મ વિના, ઘરમાં અને મંદિરમાં ધર્મના આચરણ વિના, વર્ષમાં એક વાર દૂરનાં પવિત્ર સ્થાનની યાત્રા સિવાય, સંસ્કૃતિ ઝડપથી ભાંગી પડે છે અને સ્પર્ધાત્મક સંસ્કૃતિ અમલમાં આવે છે.” તેમણે વિશેષમાં કહ્યું, “એવા ઘણા લોકો છે જેઓ પશ્ચિમની સારી વાતોને પૂર્વમાં લાવી રહ્યા છે, જ્યારે પશ્ચિમમાં એવા ઘણા લોકો છે જેઓ પૂર્વ ની સારી વાતોને પશ્ચિમમાં લાવી રહયા છે. જ્યાં સુધી ધર્મ, પૂજાપાઠ અને તીર્થયાત્રા અને બીજા આપણા ભવ્ય ધર્મનાં શિષ્ટાચાર છે, ત્યાં સુધી સંસ્કૃતિ રહેશે.”

હિન્દુ મંદિર એક શક્તિશાળી આધ્યાત્મિક કેન્દ્ર બની શકે જે હિન્દુ સંસ્કૃતિ અને ધર્મભાવનું આચરણ જે લોકો નિયમીત રીતે, અઠવાડિએ એક વાર પણ જતા હોય તેમના જીવનમાં લાવી શકે. સસ્કૃતિને મજબુત કરવાનું કાર્ય ઘણા સ્તર પર થઈ શકે છે.

સૌથી પ્રાથમીક મુદ્દો એ મંદિરમાં જવા સાથે સંકળાયેલા શિષ્ટાચાર અને રિવાજને જાણવા અને અમલમાં મૂકવા પ્રત્યે છે. કોઈ ધાર્મિક હિન્દુ ઈશ્વરના પવિત્ર ઘર તરફ પુરી તૈયારી વગર પહોંચી ન જાય. સામાન્ય જરૂરીયાતો જેમ કે સ્નાન કરવું, ચોખ્ખા કપડા પહેરવા અને ઈશ્વરને અર્પણ કરવાની આહુતિની થાળી તૈયાર કરવી, ક્યારેક સામાન્ય તૈયારી રોજીંદા દિવસ માટે, પરંતુ વધુ વિસ્તૃત તૈયારી ખાસ તહેવાર માટે, આ બધા કાર્યો મંદિરની મુલાકાત માટે જરૂરી છે.

મંદિરમાં પહોંચીને આપણે પગ ધોઈ પગરખાને તેની નિશ્ચિત જગ્યાયે મૂકવા જોઈએ. તે પછી રૂઢિગત પ્રણામ દેવોને કરી પ્રદક્ષિણા કરવી અને ભક્તિભાવે નૈવેદ્ય અર્પણ કરવું. પૂજામાં પુરુષો અને સ્ત્રીઓને અલગ બેસવાની વ્યવસ્થા હોઈ શકે. ધાર્મિક વિધિ દરમીયાન આપણે પ્રાર્થના કરીએ અને નિશ્ચિત પ્રતિક્રિયા બતાવીએ. જ્યારે બાળકો તેમના માતાપિતા ના ધાર્મિક શિષ્ટાચારનું આચરણ કરે ત્યારે તેઓ પૂજાપાઠ અને પવિત્ર મુર્તિ પ્રત્યે આદર શીખે, વડીલોની મર્યાદા, શારીરિક અને માનસિક સ્વછત્તાની જરૂરીયાત સમજે અને કુટુંબમાં અને સમાજમાં થતી ઉપાસના પ્રત્યે પ્રેમ દર્શાવે છે.

વર્ષોના આવા આચરણ થકી, ચારીત્ર્યના જરૂરી ગુણો ખીલે, જેમ કે નમ્રતા અને ભક્તિભાવ. અહીં ભક્તિભાવ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ. આવા ગુણો જે દરેક સંસ્કારી હિન્દુમાં હોય, તે જેઓ પશ્ચિમમાં મોટા થયા હોય તેમાં ન વિકસી શકે, સિવાય કે તે વ્યક્તિ નિયમિત પૂજાપાઠમાં ભાગ લે.

મંદિરનો બીજા સ્તરનો પ્રભાવ ઘરમાં ત્યારે શરુ થાય છે જ્યારે એક પૂજાનો ઓરડો અલગ બનાવવામાં આવે છે, કબાટમાં કે અભરાઈમાં ભગવાનને બેસાડ્યા સિવાય. આમ અલગ સમર્પિત જગ્યા ઘરમાં દરેકને ઈશ્વર પ્રત્યે વધુ વિચારતા કરે છે, પોતાના વ્યવહાર પર ચિંતન, અને ગુસ્સો કે દલીલ કરવાનું વલણ ઓછું રહે છે, કેમ કે તેઓ ઈશ્વરની હાજરીમાં રહે છે.

દર અઠવાડીએ મંદિરમાં જવાથી મંદિરની પવિત્રતા ઘરના ભગવાનના ઓરડામાં આવે. મારા ગુરુએ મંદિરની શક્તિ ઘરમાં લાવવા માટે મંદિરમાંથી આવીને પૂજાના ઓરડામાં દીવો પ્રગટાવવાનું શીખવ્યું. આ ધાર્મિક ક્રિયા મંદિરમાના દેવોને ઘરમાં લાવે છે, જ્યાં તેઓ આંતરિક દુનિયામાંથી કુટુંબને આશીર્વાદ આપે છે અને સુરક્ષિત રાખે છે.

મંદિરનો ત્રીજા સ્તરનો સાંસ્કૃતિક પ્રભાવ ત્યારે પડે છે જ્યારે ઘરમાં ખાસ કરીને પિતા નિયમિત પૂજા કરે ત્યારે. એક રીતે એ કુટુંબના પૂજારી બને છે, મંદિરના પૂજારીનું અનુકરણ કરી, સાદી, સાર્વજનિક ન હોય તેવી , ઘરમાં થતી આત્મર્થ પૂજા કરે છે. આવી આખી પૂજા રોજ થવાથી ઘરના ધાર્મિક વાતાવરણને મજબુત બનાવે છે.
પૂજાવિધીનું માળખું એ ઉદાર ભાવના, આતિથ્યસત્કાર જેને માટે હિન્દુ સંસ્કૃતિ ખૂબ પ્રખ્યાત છે તેમાંથી ઉદભવે છે. અતિથી ને ભગવાન સમાન સમજી તેમને આવકારીને રાખવામાં આવે છે. અને આમાં ઈશ્વર નો અપવાદ નથી હોતો. આ રોજિંદી સવારની પૂજા દરમીયાન કુટુંબીજનો આ ભગવાનના ઓરડામાં તેમના રાજવંશી મહેમાન, ઈશ્વરનું સન્માન કરવા ભેગા થાય છે. તેમને પ્રેમથી આવકારે છે, બેસવાનું આસાન આપે, તરસ છિપાવવા પાણી આપે, સ્નાન કરાવી સુંદર કપડા પહેરાવે, સુંદર ધુપ કરી, તેમને અગ્ની, ફુલો, મંત્રજાપ અને પ્રસાદ ધરાવે છે. આ એક અંગત વ્યક્તિગત આપ-લે છે. પૂજા દરમીયાન ઈશ્વરને પ્રેમથી સંસ્કૃત મન્ત્રો ગાય, જે આ બધી ક્રિયાને વર્ણવે છે અને ઈશ્વરના આશિર્વાદ માટે આજીજી કરે છે. છેવટે, પૂજારી ઈશ્વરની હાજરી માટે તેમનો આભાર માને છે, તેમને વિદાય આપે છે અને નમ્રતાથી પોતાનાથી અજાણ્યાપણે કોઈ ભુલ થઈ હોય તેના માટે માફી માગે છે.

મંદિરનો ચોથા સ્તરનો પ્રભાવ ઘર પર ત્યારે થાય છે જ્યારે ઘરની પૂજા એટલી શક્તિમાન હોય કે તેમના ઈષ્ટદેવ, દાખલા તરીકે, વેંકટેશ્વર કે ભગવાન શિવ, સાક્ષાત પોતેજ ઘરના નેતા હોય તેમ લાગે. જ્યારે આ બને ત્યારે આપણે કોઈ દિવસ ઈશ્વરને ધરાવ્યા વીના જમી શકીએ નહીં. સ્વાભાવિક રીતે જ આપણને હમેંશા ઈશ્વરના પૂજાપાઠ કરવા ગમે, ભલે તે ટુંકાણમાં હોય, ઘરમાંથી નીકળતા અને પાછા આવીએ ત્યારે.

હિન્દુ સંસ્કૃતિ આ માત્રામાં કુટુંબને મજબુત ત્યારે કરી શકે જ્યારે ઘરની દરેક વ્યક્તિ તેમાં જોડાયેલી હોય. આનું દ્રષ્ટાંત આપવા માટે એક હકીકત કહું. અમારા એક અનુયાયીએ સિંગાપુરના મંદિરમાં રવિવાર ની સવારના હિન્દુ ધર્મ વિષેના વર્ગ લેવા માટેની જવાબદારી લીધી. તેમણે જોયું કે માતાપિતા તેમના છોકરાઓને મૂકીને, બે કલાક ખરીદી કરવા માટે નીકળી પડતા અને વળતા તેમને લઈ જતા. આ દરમીયાન તેઓ એવી આશા રાખતા કે શિક્ષકે તેમના બાળકોને સારા હિન્દુ બનાવ્યા હશે. જો કે આ રીત બીજી કળા જેમ કે નૃત્ય કે સંગીત માટે શક્ય બને પરંતુ હિન્દુ ધર્મ શીખવા માટે નહીં.

ફરક આ છે, બાળકોને નૃત્ય કે સંગીત શીખવા માતાપિતા માટે જરૂરી નથી કે તેઓ પોતે પણ નૃત્ય કે સંગીત શીખે. પરંતુ હિન્દુ ધર્મ શીખવા એ જરૂરી છે કે આખું કુટુંબ તેનું આચરણ સાથે કરે, આનું કારણ છે કે હિન્દુ ધર્મ એક સર્વવ્યાપી આધ્યાત્મિક જીવનની રીત છે જે કુટુંબના દરેક પાસાના દૈનિક નિત્યક્રમ સાથે જોડાયેલી હોય છે, નહીં કે માત્ર પૂજાના ઓરડામાં. બાળકો મંદિરમાં હિન્દુ ધર્મ શીખે તે જરૂરી છે. પરંતુ જો માતાપિતા પણ તેનો અભ્યાસ કરે તો, ઘરમાં ધાર્મિક વાતચીતો અને હિન્દુ સંસ્કૃતિને વધારવાની સંભાવના રહે છે. ખરું જોતા, કેટલાક હિન્દુ જૂથો બાળકોને તેમના વર્ગમાં દાખલ નથી કરતા જો સાથે સાથે માતાપિતા પણ તેમના અભ્યાસમાં જોડાયા ન હોય.

મને હિન્દુ મંદિરોની એક વીજળીના વહેંચણી સ્થળ સાથે તુલના કરવી ગમે. હવાઈના એકાન્ત ટાપુ કવાઈ, જ્યાં અમે રહીએ છીએ, ત્યાં એક વીજળી ઉત્પાદન કરતું કારખાનુ છે જે પાંચ બીજા વહેંચણી કરતા સ્ટેશનને વીજળી પહોંચાડે, જે તેમના વિસ્તારના લોકો જેઓ તે સ્ટેશન સાથે જોડાયેલા હોય તેમને વીજળી પહોંચાડે. આની તુલના એક આધ્યાત્મિક શક્તિ જે સ્વર્ગીય દુનિયા (વીજળી ઉત્પાદન નું કારખાનું) માંથી પાંચ મંદિરો (સ્ટેશન)માં આવે છે, દરેક મંદિર તેના ભક્તોના ઘર સાથે જોડાયેલા હોય જેઓ નિયમિત ત્યાં પૂજાપાઠ કરતા હોય. વીજળી આખા ઘરમાં પ્રકાશ આપે છે અને ઘરના બધા સાધનોને શક્તિ આપે છે. મંદિરની શક્તિ કુટુંબના માર્ગને પ્રકાશિત કરે છે અને સંસ્કૃતિને સજીવન રાખે છે.

image

• • • • • • • • • • • • • • • • • • • • • • • • • •