Read this article in:
English |
French |
Gujarati |
Hindi |
Marathi |
Spanish |
Tamil |
Russian |

આજના સમયમાં વિશ્વવ્યાપી માહિતીની આપ-લે કરી સંપર્કમાં રહેતી દુનિયામાં અવારનવાર આપણને માણસના મુળભુત સ્વરુપ વિષે વિવિધ મતો જાણવા મળે છે. એ ક તરફ બધા મનુષ્યો જન્મજાત નબળા, ક્ષતિયુક્ત, પાપી અને દિવ્યતા વગરના ઉદ્ધાર સિવાય હમેશાં લાચાર રહેશે તેમ માનવામાં આવે છે. જ્યારે બીજી તરફ, દરેક વ્યક્તિનો અંતરઆત્મા દિવ્ય છે તેમ મનાય છે.

ઑગસ્ટ ૨૦૧૧ માં કરિબિયન ના હિન્દુઓ સાથેની મારી વાતચીતમાં આ વિષયનો સમાવેશ થયો હતો. ગયા વર્ષે ત્રિનિદાદમાં મને કહેવામાં આવ્યું હતું કે આ ઉપદેશ કે “તમે પાપી છો અને પાપ થી છુટકારા માટે ઉદ્ધારની જરૂર છે” તેને હિન્દુઓના ધર્માન્તર માટે ખૂબ જ અસરકારક રીતે પ્રોત્સાહિત કરવામાં આવે છે. મને અવારનવાર પુછવામાં આવે છે કે “અમારે આ બાબતમાં શું કહેવું જ્યારે દ્રઢ મનોબળવાળા ખ્રિસ્તિઓ આવી દલીલ કરે ત્યારે? હિન્દુ મત આ બાબતમાં શું કહે છે?” ચાલો આપણે  ત્રણ પ્રખ્યાત સ્વામીઓના ઉપદેશનું નિરીક્ષણ કરીએ .

સૌથી પહેલો દાખલો સ્વામી વિવેકાનંદનો, જ્યારે ૧૮૯૩માં વર્લ્ડ પાર્લમેન્ટ ઓફ રિલિજનમાં ગયા ત્યારે તેમણે જુસ્સાપૂર્વક એ  સત્યનો એકરાર કર્યો જેને તેમણે પ્રત્યક્ષ જોયું: “અસ્તિત્વતા અને સમર્થતા એ  એ ક જ વાસ્તવિકતાના બે પાસા છે. અને તે માત્ર આપણી બુદ્ધિ પર પ્રમાણિત હોય છે. મનુષ્ય પાસે દિવ્યતાને પ્રાપ્ત કરવા માટે ખાતરી અને સંભાવ્યશક્તિ હોય છે, આધ્યાત્મિક પરિપૂર્ણતાની, અને જેથી ઈશ્વરના સાક્ષાત્કારના જરૂરી ગુણો ધરાવે છે, તેથી જ તેની માનવતા પણ ત્યારે જ સમજાય જ્યારે તેની વ્યક્તિક્રુત ઈશ્વર પ્રત્યેની દિવ્યતા રૂપે ગણના થાય. તેથી મનુષ્યને પાપી ગણવો એ  તેના મૂળ સ્વરૂપને અપમાનકારક છે. ઉપરાંત ઈશ્વર એ  આત્મા અને સર્વોપરી વાસ્તવિકતા હોવાથી, બહારનું તત્વ જેમ કે પાપ, કેવી રીતે પવિત્ર આશ્રયસ્થાન માં ઘુસી શકે? હિન્દુઓ તમને પાપી ઠરાવવાની  ના પાડે છે. ઑ પૃથ્વી પરના દિવ્યજીવો, પાપીઓ? માણસને આવું કહેવું તે પાપ છે. એ  માણસના મુળભુત સ્વભાવને બદનામ કરે છે.”

સ્વામી ચિન્મયાનંદા, જે ચિન્મયા મિશન ના સ્થાપક છે તેમણે જણાવ્યું: ” માણસ ખરી રીતે દૈવી છે. પરંતુ તેની દિવ્યતા એ  અંત:કરણ માંથી નિકળતા સતત પ્રવાહ રૂપી વિચારો અને ઈચ્છાઓથી ઢંકાઈ જાય છે. તેની તીવ્રતા અને માત્રાના ફરકને લીધે વ્યક્તિઓમાં ભિન્નતા પેદા કરે છે. આ વિચારો અને ઇચ્છાઓના પડને ઉખાડીને, જન્મજાત દિવ્યતાને વિકસિત કરવું એ  અંતિમ લક્ષ્ય છે તેવું શાસ્ત્રોમાં વર્ણવ્યું છે.”

સતગુરુ સિવાય સુબ્રમુન્યસ્વામી, મારા ગુરૂદેવ અને હિન્દુઇસમ ટુડે ના સ્થાપક, તેમણે આ દિવ્ય સ્વરૂપને સંક્ષિપ્તમાં સમજાવ્યું: ” અંદર ઉંડે આ ક્ષણે આપણે આદર્શ અને સંપૂર્ણ છીએ , આપણે માત્ર આ સંપૂર્ણતાને જાણી પીછાણી ને જીવનમાં ઉતારવાની છે. એ ક સ્થૂળ શરીરમાં જન્મ આપણે વિકસવા માટે અને દિવ્યતના ઉચ્ચાન્ક્ને પહોંચવા લીધો છે. આંતરિક રીતે તો આપણે ઈશ્વર સાથે એકરુપતા સાધેલી હોય છે. આપણો ધર્મ એ એકરુપતાની કેવી રીતે અનુભુતિ કરવી અને માર્ગમાં બિનજરૂરી અનુભવોને કેવી રીતે ટાળવા તેની માહિતી આપે છે.”

મનુષ્યના મૂળ સ્વરૂપ વિશેના આવા વિરૂધ્ધ પ્રમાણ-પાપી અને દિવ્યતા- એ  સ્પષ્ટપૂર્વક એકબીજાની સામે ૨૦૧૨ માં વિવિધ ધર્મના સભ્યોની ચર્ચા જે મિડલૅંડ, ટેક્સસમાં ગોઠવાઈ હતી તેમાં થયા. જ્યાં મેં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કર્યું. આ ચર્ચા ત્યારે ઉભી થઈ જ્યારે પાંચ ધર્મ ગુરુઓએ  એ  પ્રશ્નનો જવાબ આપ્યો, “શું તમારા ધર્મમાં, માનવજાતિ એક કુટુંબ તરીકે ગણાય છે?”

મારો જવાબ હતો, “હિન્દુ માન્યતા કે દરેક વ્યક્તિ સદગુણી છે, આપણે બધા દિવ્ય જીવો છીએ , આત્માનું સર્જન ઈશ્વરે કર્યું છે, તે જાતીઓ અને રાષ્ટ્રીયતાના તફાવત તરફ સહનશીલતા બતાવે છે. હિન્દુઓ એ  માન્યતાને કબૂલ નથી કરતા કે કેટલાક લોકો પાપી હોય અને બીજા સદગુણી. હિન્દુઓ માને છે કે દરેક વ્યક્તિ એ  આત્મા છે, દિવ્યજીવ, જે સહજ રીતે શ્રેષ્ટ છે. શાસ્ત્રો આપણને કહે છે કે દરેક આત્મા એ  ઈશ્વરમાંથી પેદા થયો છે, જેમ કે આગમાંથી તણખો, આધ્યાત્મિક પ્રવાસ જે છેવટે ઈશ્વર તરફ લઈ જશે. દરેક માણસ આ પથ પર છે, તેમને તેની જાણ હોય કે ન હોય.”

બીજા વક્તા, બૅપ્ટિસ્ટ ચર્ચના ડૉ. રૅનડેલ ઍવરેટ, તેમણે બિલકુલ અલગ પ્રમાણ આગળ ધર્યું,” માનવજાતિની એકરુપતા માં ખ્રિસ્તી ધર્મ બીજા ધર્મોથી અલગ પડશે. અમે માનવજાતિની એકરુપતામાં માનીએ  છીએ  પણ તે એકરુપતા એમાં છે કે આપણે બધા પતિત લોકો છીએ . અમે એવું માનતા નથી કે અંદરથી આપણે સદગુણી છીએ . અમારું માનવું છે કે અંદરથી આપણે બધા સ્વાર્થી અને સંકુચીત છીએ , જેથી કરીને આપણને છુટકારાની કે મુક્તિની જરૂર છે- તેથી ઈસુ આપણને બધાને અંધકારના મુલ્કમાંથી મુક્તિ આપે છે.”

હિન્દુ માન્યતા કે માનવ અંદરથી પાપી નથી- પરંતુ તેનું તત્વ સંપૂર્ણ અને દિવ્ય છે- તેને વધુ ઉંડાણથી જોતા એક પ્રશ્ન ઉભો થાય છે. “હિન્દુ મત પ્રમાણે પાપ શું છે?”  ગુરૂદેવ ડૅન્સિંગ વિથ શિવ માં જણાવે છે: ” દુનિયામાં સારું ને ખોટું જોયા કરતા, આપણે સ્થૂળ શરીરમાના આત્માને તેના ત્રણ એક્બીજા સાથે સંકળાયેલા ભાગમાં સમજીયે: સંવેદનાત્મક, બૌધ્ધિક અને આધ્યાત્મિક. જ્યારે બહારનો હલકો સંવેદનાત્મક સ્વભાવ વર્ચસ્વ ધરાવે ત્યારે વ્યક્તિ ગુસ્સો, ભય, લોભ, ઈર્ષ્યા, દ્વેષ અને નિંદા કરે છે. જ્યારે બૌધ્ધિક સ્વભાવ આગળ પડતો હોય ત્યારે વિશ્લેશ્ણાત્મક વિચારો ઉદભવે. જ્યારે આધ્યાત્મિક આત્મા પ્રબળ હોય ત્યારે, સંસ્કારી ગુણો ઉદભવે છે- દયા, ઉંડી સમજ અને નમ્રતા. જુવાન આત્મામાં પશુ જેવી પ્રકૃતિ પ્રબળ હોય છે. બુધ્ધિ હજુ વિકસી નથી હોતી કે જે આ પ્રકૃતિને કાબુમાં રાખી શકે. જ્યારે બૌધ્ધિક વિકાસ થાય ત્યારે આ સંવેદનાત્મક સ્વભાવ નબળો પડે છે. જ્યારે આત્માનો વિકાસ થાય છે ત્યારે તે ખૂબ વિકસેલી બુધ્ધિના પ્રભાવને વાળી આ બુધ્ધીનું કવચ ઢીલું પાડી તેને દૂર કરે છે.” 

આ માણસના ત્રણ મુળભુત સ્વભાવ- લાગણીસભર, બૌધ્ધિક અને આધ્યાત્મિક- એની સમજણ આપે છે કે લોકો કેમ એવી રીતે વર્તે છે કે જે સાચી રીતે દૈવી નથી, જેમ કે ગુસ્સો કરીને કે બીજા ને ઈજા પહોચાડીને. માણસના સત્વ કે આંતરીક સ્વભાવથી વિશેષ બીજું ઘણું છે. આપણી પાસે આપણો બાહ્ય સ્વભાવ પણ છે. પરંતુ માણસના કાર્યો, તે લાભકારક હોય કે નુકસાનકારક, પાપી કે દિવ્ય, બધા એક્માત્ર શક્તિની વિવિધ અભિવ્યક્તિ છે. આ શક્તિ ચક્રો દ્વારા અભિવ્યક્ત થાય છે, ચિત્તના ચૌદ કેન્દ્ર જે આપણા સૂક્ષ્મ શરીરમાં હોય છે. 

ભારતમાં તમે મંદિરમાં પાણીના ઉપયોગની પ્રથા જોઈ હશે. એક લાંબી નળી જેમાં ઘણા નળો લગાવેલા હોય, જેમાંથી લોકો મંદિરમાં જતા પહેલા  પાણી તેમના હાથ-પગ ધોવા માટે વાપરી શકે. આ એક શક્તિ અને ચક્રોના અનુસંધાનમાં સુંદર સમાંતરતા બતાવે છે. આપણું સૂક્ષ્મ શરીર એ  એક નળી જેમાં ચૌદ નળ જોડાયા હોય તેની સમાન છે. પાણી તો પાણી જ છે, તે ગમે તે નળમાંથી આવે. તે પાણી જ રહે છે. શક્તિ પણ ગમે તે ચક્રમાંથી આવે, તે શક્તિ જ છે. ઉપરના ચક્રોમાંથી નીકળતી શક્તિ આધ્યાત્મિક સ્વભાવ વ્યક્ત કરે છે. આપણે આપણી શક્તિનું નિયંત્રણ કેવી રીતે કરીએ  કે જેથી તે ઉપરના ચક્રોમાંથી વહે? ગુરૂદેવ કહેતા, ” શક્તિ ત્યાં જાય જ્યાં વ્યક્તિગત ચેતના જાય.” આપણે શક્તિનું નિયંત્રણ નિયમિત ધ્યાન, પૂજાપાઠ કરીને કે નિયમિત મંદિર જઈ પૂજામાં હાજરી આપીને કરી શકીએ . સુંદર સંસ્કારી સંગીત સાંભળી કે વગાડીને, નૃત્ય અને બીજી સર્જનાત્મક કળા એ  બધા માર્ગો છે શક્તિને વાળીને ઉપરના ચક્રોમાં લઈ જવાના.

આપણી શક્તિ કેવી રીતે વહે છે તેનો આધાર આપણી નિયમિત પ્રવૃત્તિ પર છે. જો આપણે આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાયેલા હોઈએ , તો કદાચ આપણે દિવ્ય પ્રેમ ના ચક્ર પર જઈ શકીએ . અને જ્ઞાન ચક્ર પર આવ-જા કરવાની આશા રાખીએ , જ્યાં નીચે આપણા મન પર નજર નાખી, એ  સમજીએ  કે આપણને આપણી જાત પર શું ગમે છે અને શું નથી ગમતું, અને જે ન ગમે તેને બદલવા સતત પ્રયત્ન કરીએ . અને આપણે આત્મવિશ્વાસના ચક્ર પર  આવીએ . આ બધી ખાસિયતો ત્યારે સ્પષ્ટ થાય જ્યારે આપણે નિયમિત આધ્યાત્મિક /ધાર્મિક પ્રવૃતીઓમાં જોડાયેલા રહીએ .

જો આપણે શક્તિને ઉંચી ન કરી શકીએ , તો માત્ર સામાન્ય જિંદગી જીવીએ , આત્મવિશ્વાસ, વિચારશક્તિ, સ્મરણશક્તિ, કદાચ ભય અને ગુસ્સાના કેન્દ્રમાં. જો આપણે શક્તિનો પ્રવાહ નિરપેક્ષ રીતે જોઈ શકીએ , તો તેને આપણી પસંદની પ્રવૃત્તિમાં વ્યસ્ત કરીને તેને નિયંત્રિત કરી શકીએ .

ચૌદ ચક્રની કલ્પના આપણને આપણી નબળાઈને સાપેક્ષ રીતે સમજવામાં મદદ કરે છે જેથી આપણે તેનાથી નાસીપાસ ન થઈ જાઈએ . ખામીઓ જેવી કે કોઈક વાર કોઈને દુ:ખી કર્યો હોય, તેનાથી એ  વાત બદલાતી નથી કે આપણું મુળભુત તત્વ દિવ્ય છે. આપણે આપણી અંદરની દિવ્યતાના અનુભવને ગાઢ કરી, આપણી નબળાઈઑનો સામનો હિન્દુ ધર્મમાં રહેલા કેટલીક નિયમીત અભ્યાસ દ્વારા કરીએ . જ્યારે આપણે આપણી જાત પ્રત્યે ખુશ હોઈએ  ત્યારે આપણા નકારાત્મક વલણને તરત જ ઓળખીને બદલી શકીએ . જો આપણું આપણી જાત પ્રત્યે નકારાત્મક વલણ હોય, એમ માનીને કે આપણે પાપી અને જન્મજાત દોષી છીએ , તો આપણે આધ્યાત્મિક માર્ગમાં આગળ વધવા માટે કોઈ સારી પરિસ્થિતિમાં રહેતા નથી. અને એક વાત પર આપણે બધા ખુશી વ્યક્ત કરી શકીએ  કે હિન્દુ ધર્મ એ  વાતની ખાત્રી આપે છે કે આપણે પાપી નથી એટલું જ નહી પરંતુ દરેક વ્યક્તિ, અપવાદ સિવાય, આધ્યાત્મિક બોધ અને મોક્ષ માટે નિમિત્ત છે.

“એ  એક આત્મા છે જે પવિત્ર છે અને જે વૃધ્ધાવસ્થા અને મૃત્યુથી પર છે, જે ભૂખ, તરસ અને દુ:ખથી દૂર છે. આ આત્મન છે, માનવનો પ્રાણ. કોઈની આંખોમાં જુઓ ત્યારે જે દેખાય છે તે આત્મા છે, અવિનાશી, ભય રહિત, તે જ ઈશ્વર છે.” સામ વેદ, ચન્દોગ્ય ઉપનીષદ ૮.૭.૩-૪