PUBLISHER’S DESK
હિન્દુ ધર્મ: એક મુળભુત માનવતાવાદ
______________________
યુવાનો જે વિદ્યાપીઠના શિક્ષણ દરમીયાન નાસ્તિકતામાં ડૂબેલા હોય તેમના માટે ધર્મ નિરપેક્ષ માનવતાવાદ અને હિન્દુ માનવતાવાદ વચ્ચેની એક નિર્ણાયક તપાસ.
______________________
સતગુરુ બોધીનાથ વેલનસ્વામી
br>
Read this article in:
English |
Spanish |
Hindi |
Gujarati |
આધુનિક વિદ્યાલયો યુવાનોનાં અભિપ્રાય જે રીતે બદલી રહ્યા છે તેની માતાપિતાઓએ કદાચ અપેક્ષા રાખી ન હોય. આનું કારણ છે કે મહાવિદ્યાલયોમાં વિચારશક્તિ અને વિજ્ઞાનનું વર્ચસ્વ રહે છે, ધર્મને એક બાજુ ધકેલીને, જે સમજી શકાય તેવી પરંતુ ખૂબ મર્યાદિત વ્યુહરાચના છે. પ્રોફેસરની અંગત ધાર્મિક માન્યતાઓ દ્રઢ મનોબળવાળી હોવા છતાં, વિદ્યાપીઠના નિયમો (ધાર્મિક વિદ્યાલયોને બાકાત રાખીને) તેને આ બધી માન્યતાઓ અથવા તેના બૌધિક સુચનોને વિદ્યાર્થીઓ સમક્ષ વ્યક્ત કરવાની પરવાનગી ન આપે. આનું પરિણામ: ધર્મ નિરપેક્ષ માનવતાવાદ ના નસ્તિક્ /અજ્ઞેયવાદી સિધ્ધાંતો ના છૂટકે પ્રચલિત શિક્ષણની પ્રતિમા તરીકે સચવાઈ રહ્યા છે.
ઘણા હિન્દુ યુવાનો જ્યારે ઘર છોડી કોલેજમાં જાય ત્યારે સારા હિન્દુ હોય છે. પરંતુ અમુક વિષયોનો અભ્યાસ ધર્મ વિરૂધ્ધના પૂર્વગ્રહ દ્વારા કર્યા પછી, તેઓ પાછા ઘરે આવે ત્યારે ઈશ્વરના અસ્તિત્વ, દેવો, આંતરિક જગતો, મૃત્યુ પછીનો સફર અને તેમના માતાપિતા ના ધર્મના આધ્યાત્મિક બોધપાઠ વિશે શંકા કરે છે. મેં સાંભળ્યું છે કે આ યુવાનો તેમના માતાપિતા ને સમજાવે છે, જેમ કે એક યુવાને મને તાજેતરમાં કહ્યું, “અમને વિદ્યાપીઠમાં વૈજ્ઞાનિક રીતો પ્રમાણે શિક્ષણ આપવામાં આવે છે અને દરેક બાબત પ્રત્યે પ્રશ્ન કરવાનું. હું હવે ઈશ્વરમાં માનતો નથી કારણ કે તેના અસ્તિત્વનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી.” વિદ્યાપીઠ ના ધર્મ નિરપેક્ષ વાતાવરણમાં પગલું ભરી આ યુવાનો ખરી રીતે હિન્દુ ધર્મમાંથી અજ્ઞેયવાદી બની ગયા છે. વિદ્યાલયો બધાને એક સરખી તકો આપતા હોવાથી, ઍક સરખી અસર બધા ધર્મના લોકો પર પડે છે. યહુદી વિદ્યાર્થીઓ ઘરે પાછા જાય ત્યારે નાસ્તિક થયા હોય, ખ્રિસ્તી વધારે ઉદારમતવાદી બને અને મુસલમાન જે ધર્મમાં જન્મ લીધો હોય તે પ્રત્યે અપરિચિત થઈ જાય.
ગુરૂદેવે આ સવાલનો ૩૦ વર્ષ પહેલા સામનો કર્યો હતો. તેમણે તેમના સ્વામીઓને આ વિચારની માન્યતાઓની યાદી બનાવવા કહ્યું, સાથે સાથે ત્રણ ધર્મ નિરપેક્ષ માન્યતાઓની (ભૌતિકવાદ, અસ્તિવવાદ, સામ્યવાદ). તેમણે આ પરિણામો ડૅન્સિંગ વીથ શિવામાં પ્રકાશિત કર્યા. તેઓ સમજ્યા કે વિદ્યાર્થીઓ માટે પશ્ચિમના વિચારો અને માન્યતાઓ સમજવી કેટલી જરૂરી છે, કેમ કે તે વિદ્યાપીઠના મોટા ભાગના વિષયોમાં ભળી તેને રંગ આપે છે. યુવાનો અને તેમના માતાપિતાઓ મને ઘણીવાર મને પૂછે છે કે હિન્દુ ધર્મ અને ધર્મ નિરપેક્ષ માનવતાવાદ વચ્ચે કેવી રીતે સુમેળ સાધવો. તેથી ૧૨-૧૩ પાન ઉપર મેં હિન્દુ મૂલ્યો નવ ધર્મ નિરપેક્ષ માનવતાવાદ ની માન્યતાઓ સામે રજૂ કર્યા છે.
જીવનના ઉદ્દેશ્ય અને તેનાં મુલ્ય માટે, ધર્મ નિરપેક્ષ માનવતાવાદ (અથવા તો માત્ર માનવતાવાદ) દુનિયાને દલીલ અને વિજ્ઞાનના કાચમાંથી જુવે છે. તેના નૈતિકતાના વિચારો માત્ર તાર્કિક, જેનું આધ્યાત્મિક મૂળ ન હોય.
૨૦૦૨માં, વિશ્વ માનવતાવાદ અને નૈતિક સંગઠને, ઍમ્સટરડૅમ ડિક્લરેશન રજુ કર્યું, તેમના વિધિસર નિવેદન તરીકે: “માનવતાવાદ એ એક લોકશાહી અને નૈતિક અભિપ્રાય છે જે તે વાતનું સમર્થન કરે છે કે માણસને પોતાના જીવનને ઉદ્દેશ્ય અને સ્વરુપ આપવાનો હક છે અને એ તેની જવાબદારી છે. તે એ વાતનું સમર્થન કરે છે કે નૈતિકતાના ધોરણ પર માનવ અને બીજા કુદરતી મુલ્યોની વિચારશક્તિ અને નિખાલસ તપાસ દ્વારા વધુ પરોપકારી સમાજ ઉભો કરવો. તે ઈશ્વરવાદ ને લગતું નથી અને અલૌકિક વાસ્તવિકતામાં માનતુ નથી.”
હિન્દુ વિદ્યાર્થીઓની મદદે, ધર્મ નિરપેક્ષ માનવતાવાદના પૂરેપુરા પ્રભાવનો સામનો કરવા, હું એમ સુચવું છું કે હિન્દુ ધર્મ એ મૂળ અને સૌથી વધુ માનવતાવાદી જ્ઞાન ધરાવે છે. તેમાં એ બધુ છે જે માનવતાવાદમાં છે અને તેનાથી વિશેષ છે.
SHUTTERSTOCK
Pondering issues: A college student is musing over the subjects his professor is presenting, most of which reflect Western views of reality. His challenge is to discover how they connect to his Hindu upbringing.
• • • • • • • • • • • • • • • • • • • • • • • • • •
માનવતાવાદનો ગર્ભનો સિધ્ધાંત એ તેની ત્રીજી માન્યતામાં વ્યક્ત થાય છે. “હું મનુષ્ય જાતના રક્ષણ અને વિકાસ ને મારી મુળભુત ચિંતા ગણું, અને દુનિયાભરના માનવ કુટુંબમાં માનું, જેણે પૃથ્વીને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખવી પડશે.”
હિન્દુ ધર્મ ને આ વાતને સમર્થન આપવામાં કોઈ તકલીફ નથી. ફર્ક માત્ર પ્રશ્નમાં છે, “માનવજાતના કયા પાસના વિકાસની જરૂર છે અને કેવી રીતે?” હિન્દુ ધર્મ ધર્મનિરપેક્ષ માનવાતાવાદ ના ઉપરના મૂલ્યોનો સ્વીકાર કરે છે અને તેમાં જે જીવનનો મૂળ ઉદ્દેશ્ય છે તેનો ઉમેરો કરે છે-આધ્યાત્મિક વિકાસ, જે ઈશ્વરની નજીક લઈ જાય. (જે અદ્વૈતવાદી માટે તેના અંદરના દૈવી સ્વરુપ તરફ) ઘણા જન્મોના ગાળા પછી.
હિન્દુ ધર્મ નો માનવના વિકાસ વિશેનો અભિગમ એ દિવ્યતના સંદર્ભમાં છે, ખરેખર, દરેક વસ્તુની દિવ્યતામાં, ભૌતિક દુનિયામાં પણ. હિન્દુ વ્યક્તિ એમ કહેશે કે ક્વાંટમ ભૌતિક વિજ્ઞાન આ બાબતનું રહસ્ય બહાર પાડ્યું છે કે વિશ્વ માત્ર અલૌકિક અને ચેતનાભર્યું છે, જે માન્યતા આપણા વર્ષો જૂના શાસ્ત્રોમાં ખૂબ વિશેષથી વર્ણવી છે.
જ્યાં ધર્મ નિરપેક્ષ માનવતાવાદ સહભાગી ની સેવાનું ખાસ સમર્થન કરે છે ત્યાં હિન્દુ માનવતાવાદ નિઃસ્વાર્થ સેવાને કર્મ યોગ દ્વારા ધાર્મિક બનાવે છે, આપણું કામ અને બીજી બધી પ્રવૃતિઓને આરાધનામાં રૂપાંતર કરી, આપણને આપણા ઈશ્વર સાથેના સહજ મેળાપ તરફ લઈ જાય છે. બી ઍ પી ઍસ ના પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે ગુજરાતના ધરતીકંપ પછી તેમના અનુયાયીઓને સલાહ આપી : “જ્યારે લોકો મુશ્કેલીઓનો સામનો કરે કે દુઃખી હોય, ત્યારે આપણી ભારતીય પ્રણાલી તેમને આશ્વાસન આપવાની છે. આપણે માનીયે છીએ કે માણસોની મદદ કરી આપણે ઈશ્વરની સેવા કરીએ છીએ.”
આદર્શ રીતે હિન્દુ વલણ જે ઈશ્વરની આરાધના બીજાની સેવા કરવાથી થાય તે બાબત હિન્દુ યુવાનોને તેમના માતાપિતા અને મંદિરના શિક્ષકો દ્વારા શીખવાડવામાં આવે છે. અને આ યુવાનો માટે જરૂરી છે કે તેઓને આવી સેવાભાવી પ્રવૃતીઓમાં ભાગ લેવાનો નિયમિત રીતે મોકો મળે. ઘણા મંદિરો આવી સેવાભાવી પ્રવૃતીઓનું આયોજન કરે છે, જે ઘણું સારું છે. જો તમારી આજુબાજુ કોઈ હિન્દુ પ્રવૃતિ ન હોય તો બહાર સમાજમાં એવી પ્રવૃતિઓ શોધો કે જે વાતાવરણને સુધારે, દુર્ઘટનામાં મદદ કરે, અથવા ગરીબોને કપડાં, અન્ન કે બીજી મદદ પહોંચાડે.
બીજા કયા મુળભુત તફાવતો આ બે માનવતાવાદ વચ્ચે છે? જ્યાં ધર્મ નિરપેક્ષ માનવાતાવાદ વિચારશક્તિની મહત્તા પર ધ્યાન આપે છે, હિન્દુ ધર્મ જાણે છે કે તે માત્ર બુદ્ધિ માંથી ઉદભવે છે. એક જેને અંધશ્રધ્ધા માનીને તેની ટીકા કરે છે તેને બીજા આધ્યાત્મિક અનુભવ ગણી તેને પૂજે છે. જ્યાં ધર્મ નિરપેક્ષ માનવતાવાદ કહે છે પુનર્જન્મ નથી, હિન્દુ માને છે કે દરેક આત્મા પૃથ્વી ઉપર ઘણા જન્મ લે છે, તે જન્મ, મરણ અને પુનર્જન્મ ના ચક્ર પાછળનું જ્ઞાન સમજે છે. અને તેથી જ આ જીવનમાં સારા કર્મો કરી આવતા જન્મમાં ઉચ્ચ વિચારોવાળા કુટુંબમાં જન્મ લેવા માટે પ્રયત્ન કરે છે. પુનર્જન્મનું જ્ઞાન મરણના ભયથી છુટકારો આપે છે. અને કર્મના નિયમો દ્વારા માણસના વિવિધ અનુભવોની સમજણ આપે છે. આનાથી અલગ, અત્યારના કેટલાક આગળ પડતા વિજ્ઞાનના વિદ્યાલયોમાં, જૂની સંસ્થાઓને બાકાત રાખતાં, તેઓ આધ્યાત્મિક અભ્યાસમાં ઉંડા ડૂબેલા છે. (આત્મા અને પુનર્જન્મ વિષે વાંચો) બ્રહ્માંડ ની અભૌતિકતા (ક્વાંટમ ભૌતિક વિજ્ઞાનનું આકર્ષક પાસું) અને વૃક્ષો અને ચેતનવિહીન ભૌતિક પદાર્થમાં રહેલી જાગરુકતાને માને છે. આમ, વર્ષો પછી આમાનાં કેટલાક વિરોધો નાબૂદ થઈ જશે.
ગુરૂદેવ કહેતા, “પુનર્જન્મ ની માન્યતા કેવી રીતે હિન્દુ ધર્મમાં અદભૂત ભાવનાઓ લાવે છે, જે કર્મ ના નિયમ નું જ્ઞાન સાથે સાથે ધર્મનું શાણપણ, જેમાં દરેકની પોતાની સાચી જગ્યા અને જીવનનો હેતુ રહેલો છે. તેનાથી બીજા ધર્મો પ્રત્યે વિશાળ દ્રષ્ટીવાળી અને પૂરેપૂરી સ્વીકારની લાગણી ઉદભવે છે કે બધા એક જ ઈશ્વરના સર્જંનની આવૃત્તિ છે, ભક્તિમાર્ગનું વરદાન જે શક્તિશાળી મંદિરોની નજીક રાખે, ઉંડાં આધ્યાત્મિક જ્ઞાનની પરિપૂર્ણતા જેનો આધાર યોગમાં છે જે સંતો, ગુરુઓ અને ઋષીઓ દ્વારા મળે છે. આપણો ધર્મ એટલો મજબુત છે, એટલો કીમતી અને વિવિધતાથી ભરેલો છે કે બહુ ઓછા લોકો તેને તેની પૂર્ણતા સમજી શકવાનો દાવો કરી શકે. એ વિશાળ છે, વિશાળ ધર્મ, એટલો વિશાળ કે આપણને કેટલીકવાર તેને જે લોકો સરળ ધાર્મિક માન્યતા ધરાવતા હોય તેમને સમજાવવું મુશ્કેલ પડે.”
હિન્દુ તેમના ત્રણ જગતની પ્રક્રિયાની સમજણ દ્વારા, તીર્થયાત્રા, દુનવયી ચિંતાઓને દૂર રાખી, પવિત્ર સ્થાનોની શુભ અવસરોએ પ્રવાસ કરી આશીર્વાદ મેળવવામાં આનંદ માણે છે. ગુરૂદેવે સમજાવ્યું, “અભિમાની, મુક્ત વિચારશીલ વ્યક્તિઓ જે તેમની જાતને સમાજના નિયમોથી મુક્ત માને છે તેનાથી વિરૂધ્ધ આપણે હિન્દુઓ માનીએ છીએ કે ઈશ્વરના દર્શનથી અને તેમની મદદથી આપણાં અસ્તિત્વમાં ચેતના રેડાય છે અને આપણી આધ્યાત્મિક જીન્દગીમાં વધુ ઉધ્યમશીલ થવાની પ્રેરણા આપે છે. સમજદાર લોકો જેઓ માને છે કે તેમની બધી જરૂરીયાતોનો સહારો તેમના પોતાનામાં જ છે અને ઈશ્વરની મદદ માટેની પ્રાર્થના એ એક વ્યર્થ તિરસ્કાર ભરી પ્રવૃતિ છે, હિન્દુ ડાહ્પણપૂર્વક ઈશ્વરના આદરમાં માને છે અને તેનાથી વિશ્વાસ વગરની ખાણ થી દૂર રહે છે.”
અને પછી તેમાં રહસ્યવાદનો આનંદ છે. જેમ ગુરૂદેવ કહેતા: “હિન્દુ રહસ્યવાદ એટલો ભવ્ય છે, તેની સાધનાઓ અને યોગ, તેની અપાર્થિવ શરીરની સમજણ, નાડી, ચક્ર, તેજપુંજ, પ્રાણ શક્તિ, અને ચેતનાની વિવિધ અવસ્થા અને તેનું અસ્તિત્વ, આ બધા વિશે વિપુલ સમજ્શક્તિ, અને બીજું ઘણું વિશેષ.”
મહાવિદ્યાલય નો અભ્યાસ જ્યાં વિચારશક્તિ નું ચલણ છે, તેમાં જતા હિન્દુ યુવાનોએ એ વાતની તૈયારી રાખવી કે તેઓ માત્ર કામચલાઊ મર્યાદા તેમની સમજ્ણ પર લાવે, વિષયોના અભ્યાસ માટે, નહીં કે તેમને નાસ્તિકતા અને શંકાના માર્ગ પર વાળે. હું યુવાનોને સલાહ આપું છું કે, ઘણા વિદ્યાપીઠના શિક્ષકો, જે ઈશ્વરમાં માનતા હોય તેમને તેઓ અણસમજુ માર્ગ પર છે તેનો અહેસાસ કરાવવામાં રચ્યાપચ્યા રહે છે, અને હિન્દુને એ વાતની ખાત્રી કરાવવામાં કે તેમનો ધર્મ અસભ્ય, જૂનો અને અંધશ્રદ્ધાથી ભરેલો છે. હું તેમને તેમની આધ્યાત્મિક સાધનાઓ ચાલુ રાખવાની સલાહ આપું છું. પૂજા, જપ, યોગ, ધ્યાન અને આધ્યાત્મિક અભ્યાસ, અને આશા રાખું કે એક પ્રસિધ્ધ વિદ્યાર્થી તરીકે વિદ્યાની પદવી લઈ નીકળે ત્યારે પણ એક સાચા હિન્દુ રહ્યા હોય.
The nine beliefs below, drawn from Dancing with Siva: Hinduism’s Contemporary Catechism, summarize the worldview of secular humanism. To the right we offer a Hindu counterpoint to each humanist belief.
9 Beliefs of Secular Humanism… |
||
1 | ઈશ્વરવાદનું બહિષ્કરણ | હું ઈશ્વરમાં માનતો નથી, કેમ કે તેના અસ્તિત્વની કોઈ તાર્કિક સાબિતી નથી અને હું પરમેશ્વરના વિચારોથી મારી જાતને છેતરતો નથી. |
2 | ધર્મ અને અંધશ્રદ્ધાનો અસ્વીકાર | હું માનું છું કે પ્રાચીન ધર્મો અને માન્યતાઓ ખોટો ઉપદેશ આપે છે, તે કઠોર છે અને તેના અનુયાયીઓને અજ્ઞાન, ધર્માંધતા અને ઘમંડ તરફ લઈ જાય છે. અને એ મારી ફરજ છે કે ઉત્સાહપુર્વક શંકાશીલ રહેવું, અને રુઢિચુસ્ત ધર્મોની ભર્મણાને અને વિશ્વને અલૌકિક વ્યાખ્યાઓમાં સમજાવવાના પ્રયત્નોને પડકાર આપવો. |
3 | માનવતાનું પ્રોત્સાહન | હું માનવ જાતના રક્ષણમાં અને તેને વધારવામાં માનું છું, જે મારી અંતિમ ચિંતા છે અને વિશ્વના માનવ કુટુંબમાં માનું છું જેણે પૃથ્વીને ભવિષ્યની પેઢીઓ માટે સુરક્ષિત રાખવી જોઈએ, ધર્મ નિરપેક્ષ, દુન્વયી નૈતિકતા અને કાયદાના અમલથી. |
4 | સારું વર્તન ઈશ્વર વગર | હું માનું છું કે સારુ અને નૈતિક જીવન જીવવું એ વ્યક્તિગત અને સામુહિક પ્રસન્નતા માટે જરૂરી છે, અને તે નૈતિકતા, બુધ્ધિ અને ધર્મ નિરપેક્ષતાના આધારે છે. |
5 | માનવના હકોનું રક્ષણ | હું માનવના હકો વધારવામાં, અને બૌધ્ધિક અને નૈતિક સ્વતંત્રતામાં અને ધર્મ નિરપેક્ષ લોકશાહીમાં માનું છું, ચર્ચ અને શાસન ને ચોકસાઈપૂર્વક અલગ પાડવામાં, ભેદભાવને દૂર કરવામાં અને સર્વને સમાનતા અને ન્યાય આપવામાં માનું છું. |
6 | અભ્યાસ અને નિખાલસ તપાસ | હું માનવના સર્જનાત્મક સમર્થનો વિકાસ કલા અને વિજ્ઞાનના શિક્ષણ દ્વારા કરવામાં માનું છું. અને જાહેર, બહુવાદી અને સર્વવ્યાપક સમાજમાં મુક્ત તપાસને સર્વોપરી મહત્વ આપું છું. |
7 | માત્ર બુધ્ધિ પર આધાર | હું વિશ્વને સૌથી સારી રીતે સમજવા બુધ્ધિ અને આધુનિક વિજ્ઞાનના વિકાસ અને પ્રસ્તુતતાને ખૂબ મહત્વ આપું જે વ્યક્તિને પોતાની શ્રેષ્ઠ કાર્યક્ષમતા સમજાવે અને માનવની મુશ્કેલીઓનો નિકાલ કરે. |
8 | આ જીવનમાં માનવું, મરણોત્તર જીવનમાં વિશ્વાસ ન કરવો | હું આ જીવનની પરિપૂર્ણતા અને આનંદ માટે પ્રયત્ન કરવામાં માનું અને પુનર્જન્મના અને મરણોત્તર જીવનના બધા વિચારોને ખોટા અને પાયા વિનાના ગણી તેમનો અસ્વીકાર કરું છું, મારા મનુષ્ય જીવનની પરિપૂર્ણતા હમણા અને અત્યારે જ શોધું, બીજાની સેવા કરી, સારી અને ન્યાયી દુનિયાનું નિર્માણ કરીને. |
9 | વૈજ્ઞાનિક નિર્માણ | હું ડારવિન ના ઉત્ક્રાન્તિના સિધ્ધાંતને એક વૈજ્ઞાનિક હકીકત તરીકે માનું છું. અને પ્રકૃતીવાદમાં માનું છું. જાણીતી દુનિયા જ એકમાત્ર અસ્તિત્વ ધરાવે છે અને તેનું કોઈ અલૌકિક કે આધ્યાત્મિક નિર્માણ, નિયંત્રણ કે આશય નથી. |
and a Hindu Counterpoint |
||
1 | હિન્દુ માન્યતા ૧: ઈશ્વરમાં ઉંડી શ્રધ્ધા | હું એક સર્વવ્યાપી પરમાત્મા માં માનું છું જે આવિર્ભુત અને અપ્રગટ છે, સર્જક અને અવ્યક્ત અનુભુતિ બન્ને. ઉચ્ચ આત્માઓએ તેમના પોતાના ઈશ્વરના અનુભવની સાક્ષી આપી છે જેના અસ્તિત્વ નો એકરાર શાસ્ત્રોમાં મળે છે. |
2 | હિન્દુ માન્યતા ૨: ધર્મો પ્રત્યેનો આદર | હું માનું છું કે દુનિયાના ધર્મો દિવ્યતાના પરાતર અનુભવ પર આધારિત છે, કે કોઈ એક ધર્મ મોક્ષનો સર્વોપરી ઍકલવાયો માર્ગ શીખવતો નથી, પરંતુ બધા સાચા ધર્મોના પન્થો ઍ ઈશ્વરના શુધ્ધ પ્રેમ અને પ્રકાશના પાસા છે, જે સમજણ અને સહિષ્ણુતાને લાયક છે. |
3 | હિન્દુ માન્યતા ૩: સર્વવ્યાપી પવિત્રતા | હું જીવનની પવિત્રતામાં માનું છું, જેમાં વિશાળ બ્રહ્માંડ અને તેના બધા લક્ષણોનો સમાવેશ થાય છે, અને આમ પૃથ્વી અને તેની બધી જાતોના રક્ષણમાં માનું છું, અને ધાર્મિક વિદ્વાનોના સહકાર દ્વારા ધર્મ નિરપેક્ષ નેતાઓ રાજ્યકારભાર ની બાબતોમાં સલાહ લે તેની કદર કરું છું. |
4 | હિન્દુ માન્યતા ૪: ઈશ્વર થકી સદગુણ તરફ પ્રયાણ | હું માનું છું કે નૈતિક, ધાર્મિક જીવન એ વ્યક્તિગત અને સમાજના ઉધ્ધાર માટે સૌથી જરૂરી છે. અને નૈતિક નિયમોનું મૂળ ઍ ધર્મની ભૂમિ, આધ્યાત્મિક અનુભવ, પવિત્ર શાસ્ત્રો અને સાંસ્કૃતિક સમજણમાં રહેલુ છે. |
5 | હિન્દુ માન્યતા ૫: બધા માનવીય અધિકારોનું રક્ષણ |
હું માનવીય અધિકાર અને જવાબદારીના સંતુલનમાં માનું છું, એક્સરખી ધાર્મિક અને બૌધ્ધિક સ્વતંત્રતા દરેક ધર્મના અનુયાયીઓ માટે જરૂરી છે અને હિન્દુ આધ્યાત્મિક નિયમો, ઉચિત રીતે અમલમાં મૂકાય તો, ભેદભાવ ને દૂર કરી સૌને સમાનતા અને ન્યાય આપી શકે. |
6 | હિન્દુ માન્યતા ૬: જ્ઞાન અને સ્વતંત્રતા | હું માનું છું કે માનવના કર્મ અને ક્ષમતાનું વિશાળ ભંડાર છે, જે સર્જનાત્મક, કલા, વિજ્ઞાન અને ખરેખર બધી જાતના જ્ઞાનને જન્મ આપે છે. અને લોકો તેને સૌથી સારી રીતે વિકસિત ત્યારે કરી શકે જ્યારે વિચાર અને તપાસનીં અનિયંત્રિત સ્વતંત્રતા હોય. |
7 | હિન્દુ માન્યતા ૭: વિવેક અને કારણચિત્ત પર ભરોસો | હું માનું છું કે વિશ્વની પુરી સમજ્ણ માટે કારણચિત્ત અને ધાર્મિક પરંપરાની ભાગીદારી, વિજ્ઞાન અને બુધ્ધિ સાથે જરૂરી છે અને તે બે વચ્ચે કોઈ જન્મજાત સંઘર્ષ નથી. |
8 | હિન્દુ માન્યતા ૮: પુનર્જન્મની માન્યતા | હું પુનર્જન્મમાં માનું છું, કે આત્મા, ચેતના એ અસ્થાનીક છે, શરીરના મૃત્યુ પછી જીવતા રહે છે. જો કે ભૂતકાળ કે ભવિષ્યમાં ધ્યાન લગાવવું નિષ્ફળ છે, અને જીવનને પુરી રીતે હાલની ક્ષણમાં જીવવી તેમાં ડહાપણ છે, ધર્મનો અમલ કરવો જેથી આપણો ઉચ્ચ હેતુ ભવિષ્યના જન્મમાં હાંસલ કરી શકીએ. |
9 | હિન્દુ માન્યતા ૯: આધુનિક વિજ્ઞાનની શોધો | હું માનું છું કે કુદરત અને અલૌકિક સ્વરુપ એક સચ્ચાઈનું રૂપ છે અને વિજ્ઞાન માત્ર એક માપ છે વિશ્વનું, અને વાસ્તવમાં ક્વાંટમ વિજ્ઞાન અભૌતિક માપનું તથ્ય શોધી રહ્યું છે અને હિન્દુ ધર્મના નિવેદન કે આખા વિશ્વમાં એકરૂપ ચેતના પ્રસરેલી છે તેનો એકરાર કરે છે. |