Read this article in:
English |
Spanish |
Hindi |
Gujarati |
Tamil |
Marathi

૨૦૦૦ ની સાલમાં ઓગસ્ટ ૨૮-૩૧ દરમિયાન દુનિયાભર ના જાણીતા લગભગ ૨૦૦૦ ધાર્મિક અને આધ્યાત્મિક નેતા ઓ, જુદા જુદા ધર્મના પ્રતિનિધિત્વ માટે ન્યૂયોર્કના યુનાઇટેડ નેશન્સ્ માં “દુનિયાનાં આધ્યાત્મિક અને ધાર્મિક નેતાઓ માટેની મેલેનિયમ વર્લ્ડ પીસ સમિટ” માં ભેગા થયા હતા જેના થકી તેઓ દુનિયાભર માં શાંતિ માટે કાર્ય કરવા વચનબદ્ધ થાય. સતગુરુ શિવાય સુબ્રમુન્યસ્વામી, હિન્દુઇસમ ટુડે ના સ્થાપક એ હિન્દુ પ્રતિનિધિઓમાંના એક હતા. સભામાં અપાતા પ્રવચનમાં તેમણે કહ્યું “દુનિયામાં શાંતિ આણવા ઘરની અંદરના યુદ્ધ નો અંત લાવો” આ પ્રવચન નવેંબર-ડિસેંબર ના પ્રકાશકના લેખમાં છપાયું હતું.

“જ્યારે યૂનાઇટેડ નેશનના નેતા ઓ એ પુછ્યું કે કેવી રીતે માનવ સ્વભાવ સંઘર્ષોનું સમાધાન કરી શકે, દુશ્મનાવટ અને હિંસાત્મક વલણ જે દરેક દેશમાં ફેલાઈ રહ્યું છે તેનું સમાધાન કરી શકે? મેં કહ્યું કે આપણે તેના મૂળ અને કારણ પર ધ્યાન આપવું પડશે, તેના બાહ્ય લક્ષણો પર નહીં. જેમકે આયુર્વેદ શાસ્ત્રમાં ધ્યાન હંમેશા કારણો પર હોય છે, શરીરની તંદુરસ્તી અને કુદરતી સમતોલન જાળવવામાં હોય છે. તેવી રીતે આપણે હંમેશા બીમારીઓ અને રોગચાળા ને બદલે આપણી કમાણી અને સારો એવો સમય તંદુરસ્તીની સ્થાપના કરવામાં કાઢવો જે બીમારીઓ સાથે યુધ્ધ કરી શકે. દુનિયામાં યુધ્ધ બંધ કરવા આપણો કાયમ માટેનો જવાબ એમાં છે કે ઘરમાં યુદ્ધ અને ઝગડા બંધ થાય. અહીંજ તીવ્ર અણગમો શરૂ થતો હોય છે, પોતાનાથી જુદી વ્યક્તિઓ તરફ દુશ્મનાવટ ભરી લાગણીઓ સીંચાય છે, માર ખાઈને મોટા થયેલા બાળકો તેમની મુશ્કેલીઓ નો સામનો હિંસાથી કરે છે.”

આ સભા એ મને વિચારમાં મૂકી દીધો, કે આધ્યાત્મિક અને ધાર્મિક નેતા વચ્ચે શું ફરક છે? હું એ તારણ પર આવ્યો કે, ધાર્મિક નેતા એ એક જાણીતા ધર્મના નેતા કહેવાય જ્યારે આધ્યાત્મિક નેતા એને કહેવાય જે બીજાઓ ના આત્માનો ઉદ્ધાર કરવામાં માહેર હોય. કેટલાક ધાર્મિક નેતા ઓ આધ્યાત્મિક નેતા પણ હોય તેવીજ રીતે કેટલાક આધ્યાત્મિક નેતા ધાર્મિક નેતા પણ હોય છે. મારા ગુરૂદેવ ખરેખર એ બન્ને હતા. તેઓ ખરેખર કોઈના પણ આત્માની ઉન્નતિ કરવામાં માહેર હતા, પછી વ્યક્તિ ભલે કોઈ પણ ધર્મ કે જાતનો હોય. એ આ કેવી રીતે કરી શકતા? પ્રેરણાભર્યા શબ્દોથી. તમે પણ, આધ્યાત્મિક નેતા બની શકો. માત્ર પ્રશંસભર્યા, પ્રેરણાભર્યા અને ઊંચા મનના શબ્દો તમે જેને મળો તેને કહેવાની આદત પાડો. તેમનો દિવસ તેના થકી ઉત્તેજિત થશે અને તમારો પણ. તમારા શબ્દો માત્રની જરૂર હતી તેમની ગમગીન સવારની વિદાય કરવામાં અને તેમના નવા દિવસમાં શક્તિના સિંચન કરવામાં. શું આધ્યાત્મિક નેતા ઓ તેજ નથી કરતા હોતા? તેઓ શક્તિનું પરિવર્તન કરી, આત્માનો ઉદ્ધાર કરે જેનાથી વ્યક્તિ પોતાના અંતરજ્ઞાન સાથે જોડાઈ પોતાની જાતને દિવસના સૌથી પવિત્ર વર્તન માટે આઝાદ કરે છે.

જ્યારે લોકોને મળો ત્યારે તેમની જિંદગીના કોઈ તબ્બકા વિષે માહિતી મેળવો. જેમ કે તેમના બાળકો કે તેમનો તાજેતરનો પ્રવાસ. અને તેમને બતાવો કે તમને તેમનામાં રસ છે. ગુરૂદેવમાં આ રીતની સહાનુભૂતિ બતાવવાની એક વિશેષ આવડત હતી. જેનાથી તેઓ કવાઈ આયલેન્ડ ના લોકો માટે પ્રોત્સાહન અને ઉત્તેજના નું એક અગત્યનું કારણ બની રહેતા.

સભાઓ એક ઉત્તમ તક છે લોકોને ઉત્તેજન આપવા માટેનું. દરેક વ્યક્તિના વિચારોને ધ્યાનથી સાંભળતાં શીખો. અને જ્યારે તેમના વિચારો ઉત્તમ હોય ત્યારે સૌથી પહેલા તેમની પ્રશંસા કરો. જો કોઈ જરા ગભરાતું હોય પોતાના વિચારને વ્યક્ત કરતા, તો તેને ઉત્તેજનાપૂર્વક અભિપ્રાય આપો જેનાથી તેઓ વધુ આત્મવિશ્વાસનો અહેસાસ કરી શકે. દરેક સભામાં તમારા વિચારો અને હાજરી થકી સંપૂર્ણ વર્ચસ્વ ન સ્થપાય તેનું ધ્યાન રાખો.

આધ્યાત્મિક નેતા બનવાની બીજી એક રીત એ છે જેમાં બીજા લોકોની મદદ માટે, મિત્રતા માટે અને તેમની તમારાં જીવનમાં હાજરી માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવે. જેઓ કૃતજ્ઞતા થી ભરપૂર હોય છે તેમને કોઈ અછત હોતી નથી. તેઓ આ દિવ્ય શક્તિથી ભરપૂર સમ્પૂર્ણતા અનુભવે છે. તેમને એવી કોઈ જરૂરીયાત હોતી નથી જે તેમનાં આનંદમાં વધારો કરે અને તેમને કોઈ વાતની નિરાશા હોતી નથી. તેમનો આત્મા સંપૂર્ણ હોય છે, તેમની જિંદગીની સમૃદ્ધતા અમાપ હોય છે. તેનાથી સાચેજ તેઓ જેમની જિંદગી પરિપૂર્ણ નથી હોતી તેમનાં આધ્યાત્મિક નેતા બને છે. કૃતજ્ઞતા કદાચ સામાન્ય વસ્તુ જણાય, પણ એ આધ્યાત્મિક પરિપક્વતા ની નિશાની છે.

બીજા લોકો ઉપર વરસાવેલો કૃતજ્ઞતાનો વરસાદ તેમની જિંદગીની સંપૂર્ણતાનો તેમને અહેસાસ કરતા શીખવે છે. સૌથી પહેલી વાત એ છે કે દરેક વ્યક્તિનો શુભ પ્રભાત કે શુભ દિવસ કહીને ચહેરા પર પ્રસન્નતા સાથે સત્કાર કરવો. તમારો પોતાનો સ્વભાવ સુધારવાથી તમે તમારી આસપાસ બધાને ઉન્નત કરો છો. અન્ય પ્રત્યે સદભાવ રાખવાથી તેમને પણ એ વાતની યાદ અપાવે છે કે તેઓ બીજા તરફ સ્નેહ અને દયા બતાવે. અસંતોષ વ્યક્ત કરવાની આદત થી દૂર રહો.

કમનસીબે, આપણાં જીવનમાં જ્યારે પણ કોઈ સારુ, મદદરુપી કે પ્રેમાળ વર્તન જોઈએ ત્યારે તેના તરફ આપણે ધ્યાન નથી આપતા, એવુ માનીને કે તે અપેક્ષિત છે. તેની કોઈ કદર થતી નથી કે કોઈ પ્રસંશા અભિવ્યક્ત થતી નથી. પણ જો કોઈ ખામી રહી હોય તો દરેક વ્યક્તિ તરત જ એ વિશે ઉલ્લેખ કરશે અને ઘણીવાર તો કોઈપણ જાતની દયા કે સ્નેહ વગર!

ચાલો આપણે કેટલાક સામાન્ય ઉદાહરણો જોઈએ જેમાં સામાન્ય રીતે આભાર ની લાગણી કે કોઈ કદર દર્શાવવામાં આવતા નથી.
૧) માતા તેના બે યુવાન દીકરાઓની ઘરની અને શાળાની જરૂરીયાત માટે રોજ મહેનત કરે છે. જ્યારે દીકરાઓ તેની મદદની કદર કરતા નથી કે આભાર વ્યક્ત કરત નથી. ૨) વફાદાર પત્નિ તેના પતિની બધી જરૂરીયાતોનો ખ્યાલ રાખે અને તેના વ્યવસાયમાં મદદ કરે છે. પતિ કોઈ દિવસ તેની સતત દેખરેખની કદર કરતો નથી. ૩) પતિ ખૂબ મહેનત કરે છે પોતાના કુટુંબને પૈસેટકે સદ્ધર રાખવા, ઘણીવાર વધારે સમય આપીને ઉપરની કમાણી કરે છે. જ્યારે પત્નિ એવું વિચારે છે એ પતિની ફરજ છે અને કોઈ દિવસ તેના અથાક પ્રયત્નોનું મૂલ્ય આંકતી નથી. ૪) ઓફિસમાં સાહેબ તેની નીચે કામ કરનારા માણસોની આવડત અને પ્રતિષ્ઠા વધારવા વિશેષ સમય કાઢી કામ કરે છે પણ તેમાનાં કોઈ કામ કરનારા તેના નેતૃત્વ નો આભાર વ્યક્ત કરતા નથી.

ગુરૂદેવે આ બાબતમાં બે સાધના વિકસાવી, એક આભાર વ્યક્ત કરવા માટે અને એક કદર આંકવા માટે. આભાર વ્યક્ત કરવાની સાધના માટે એક કાગળ ઉપર તમારા જીવનના છેલ્લા પાંચ વર્ષમાં ઘટેલી સારી ઘટનાઓ ની યાદી બનાવવી. જેમ સ્મૃતિ ઉત્તેજીત થશે તેમ યાદી વધતી જશે. ગુરૂદેવ સૂચવે છે કે જો તમે તમારી જાતે ઍક પણ સારી ઘટના યાદ ન કરી શકો તો “હું એક આધ્યાત્મિક પ્રકાશ નો એક બિંદુ છું અને અનુભવના દરિયામાં પરિપક્વ થઈ રહ્યો છું” તેવું લખો. તેનાથી હકારાત્મક યાદો જાગૃત થશે અને જેનાથી યાદશક્તિ વધશે. જેમણે તમને સારા વખતમાં તમારી મદદ કરી હશે તેમના તરફ પ્રેમ અન કદર કરતી લાગણીઓ ઉભરશે. કપરા સમયને સ્વીકારવાની અને લોકોને માફ કરવાની લાગણીઓ ઉભરાશે. આ સાધના એ તિરૂકુરાલ ના કૃતજ્ઞતા વિષેના અધ્યાય માં મળતાં બોધ નું આબેહુબ ગુંજન કરે છે. “દયા ને ભૂલવું ખોટું છે પણ ઈજા કે નુકસાન ને તરત જ ભૂલી જવું ઍ સૌથી સારું છે.”

જિંદગીની સારી ઘટનાઓ પર ધ્યાન આપવાથી આપણે સ્વભાવિક રીતે જ આભાર વ્યક્ત કરતી સાધના કરી શકિએ. આ સાધનામાં જેમના આપણે આભારી છીયે તેમની પાસે જઈ, તેમની આંખમાં નજર મિલાવી, તેમના વિષે તમે કેટલો ઉંડો ખ્યાલ રાખો છો અને કેટલી તેમની કદર કરો છો તે વિષે કહો. નિશ્ચિત રીતે કહો તે ખાસ જરૂરી છે નહીં કે સામાન્ય શબ્દોમાં “તમે અદભૂત છો”. એના કરતા તેમના વિશિષ્ટ ગુણોનો ઉલ્લેખ કરો જેનાથી વ્યક્તિને જાણ થાય કે તમે ખરેખર તમારા અંતરના ઊડાણ થી આ શબ્દો કહી રહ્યા છો નહીં કે સામાન્ય પ્રસંશા. તમારા સ્નેહભર્યા શબ્દો અને પ્રસન્ન ચહેરાથી સામેની વ્યક્તિને ખાત્રી કરાવો કે તમે પુરી નિષ્ઠા સાથે આ કહી રહ્યા છો.

તમારી જાતને આ આભાર વ્યક્ત કરવાની સાધના માટે તૈયાર કરવા સૌથી પહેલા પોતાની જાત સાથે અભ્યાસ કરો! દર્પણની સામે તમારી આંખોમાં જોઈને કહો,” હું તમારો આભાર માનું છું અને મારી જિંદગીમાં તમારી હાજરીની હું કદર કરું છું.” તમે પછી છેલ્લા પાંચ વર્ષમાં કરેલા કેટલાક સારા કામો નું વર્ણન કરો. એક વાર તમે તમારી જાતનો આભાર માનવામાં સરળતા અનુભવો પછી તમે બીજાનો આભાર માનવા માટે તૈયાર થશો. આ અભ્યાસથી તમે કોઈ જાતની શરમ કે સંકોચથી બહાર આવી શકશો.

આભાર વ્યક્ત કરવા માટે વિશેષ પ્રસંગો એ સૌથી સારો સમય છે. જેમ કે જન્મદિવસ, માતૃ અને પિત્રુ દિવસ. ઘણા દેશોમાં બૉસ નો દિવસ પણ હોય છે. ઘણા વર્ષ પહેલા મલેશિયામાં કેટલાક યુવાનોએ અચાનક માતૃ દિવસની ઉજવણી કરી. તેમણે મને લખ્યું ” સત્સંગમાં ભજન અને ધ્યાન પછી અમે અમારાં આશ્ચર્યકારક ઉજવણી નો ઉલ્લેખ કર્યો. દરેક માતાને આગળ બોલાવી, ઉભા રાખીને દરેક બાળકે પોતાની માતાને હાર પહેરાવી, બુકમાર્ક, કાર્ડ અને સુંદર ફૂલોનો ઝુમખો આપ્યો અને માતાને પ્રણામ કર્યા. તેમને ભેટીને શુભ દિવસ માટેના અભિનંદન આપ્યા. ત્યાં સુધીમાં બધી માતાઓ તેમની આંખોના અશ્રુ લુછવા લાગ્યા.”

આભાર વ્યક્ત કરવામાં એક અડચણ એ છે કે હકીકતમાં કોઈ બીજું ઍ કરતું નથી. આવા સમયે વિશેષ હિંમતની જરૂર પડે છે સૌથી પહેલા વ્યક્તિ બનવા બનવા માટે. પુરુષો માટે સંસ્કૃતિ એ બાબત પર ઈશારો કરે છે કે અસલમાં પુરુષો કદી આભાર વ્યક્ત ન કરે. તેથી જ, ખૂબ હિંમત જરૂરી બને છે સૌથી પહેલા કોઈ તરફ આભારની લાગણી બતાવવા માટે.

આભાર વ્યક્ત કરવા માટેની બીજી એક રીત એ છે જેમાં ભેટની સાથે લેખિત ચિટ્ઠી નો સમાવેશ થાય. તમે જાતે બનાવેલી ભેટ ખરા દિલની નિષ્ઠા અને કાળજી દર્શાવે છે.

મારા ગુરુ અમને કુટુંબીજનો, મિત્રો, આધ્યાત્મિક સલાહકારો, ધંધાદારી સહકાર્યકરો અને જાહેર જનતાના આગેવાનો નો આભાર દર્શાવવા હંમેશા ઉત્તેજીત કરતા. યાદ રાખો, બીજાની સાથે તમારા પ્રેમની આપ લે કરતી વખતે નિશ્ચિત બની, પ્રસન્નતા સાથે એ વાતનો અહેસાસ કરો કે તમે દુનિયાને સારી બનાવવામાં મદદ કરી રહ્યા છો. જેની તમે ઉન્નતિ કરો છો તે તમારા ઉદાહરણ દ્વારા શીખી બીજાની જિંદગીનો ઉદ્ધાર કરશે.

એમણે લખ્યું “આપણે બધા પવિત્ર આત્મા છીએ અને ક્ષણિક આ શરીરમાં જીવી રહ્યા છીએ. આપણે પ્રેમમાં ડુબેલી આપણી મુક્ત સંકલ્પ શક્તિ જે ઈશ્વરે આપેલી ભેટ છે તેનો ઉપયોગ કરી, આજની દુનિયામાં પરિવર્તન લાવીએ, છો ઍ પછી નાના પાયાનો હોય. આપણે બધા સાથે આ પરિવર્તન લાવીએ તો ઍ મોટા પાયાનો બનશે. શિષ્ય એ ગુરુનો આભાર માનવો, પતિઑ એ તેમની પત્નીઓનો, પત્નીઓ એ તેમનાં પતિઑ નો, માતાપિતાઑ એ તેમનાં સંતાનોનો, સંતાનો એ તેમના માતાપિતાઑનો, વિધ્યાર્થીઓ ઍ તેમનાં શિક્ષકોનો અને શિક્ષકો ઍ તેમનાં વિધ્યાર્થીઓનો. બીજાની પ્રશંસા કરવી અને આપણામાં રહેલી ખામીઓ ની કદર કરવી તે ખૂબ વધારે પ્રભાવશાળી છે.”