image

PUBLISHER’S DESK

સાંભળવાની કળા

______________________

આધુનિક જગતના ડીજીટલ મીડીયાને લીધે થતા વિક્ષેપને લીધે, વ્યકિતગત સંપકૅ દરમીયાન આપણે વધુ કાળજી રાખવી જોઇએ.

______________________

સતગુરુ બોધીનાથ વેલનસ્વામી

image


Read this article in:


English |
Hindi |
Gujarati |
Spanish |
Tamil |


અવાજને હિન્દુધમૅમાં પવિત્ર ગણવામાં આવે છે, તેથી એમ કહેવું વ્યાજબી છે કે ધમૅમાં શ્રવણ કરવું એ ખુબ અગત્યનો ભાગ ભજવે છે. આપણા મૂળભુત ગ્રંથો, વેદો અને અગમ જે શ્રૃતિ તરીકે ઓળખાય છે. તેનો અથૅ, “જે સંભળાયું છે”. કારણ કે તેને શરૂવાતમાં ઋષિઓએ સાંભળેલા, સીધા ઇશ્વર તરફથી થયેલા ધ્વનિરૂપ પ્રસારણ દ્ધારા. માનવ સંસ્કૃતિના પ્રારંભિક દિવસોમાં, લખાણની પહેલાં શિષ્યને ગુરુ પાસેથી મળતી શ્રાવ્ય સૂચના માધ્યમ દ્ધારા શ્રુતિને શ્રધ્ધાપૂવૅક સાચવી રાખવામાં આવી, કોઇ ફેરફાર કયાઁ વગર (એ મહત્વપૂણૅ હતું કેમ કે આ ઇશ્વરના શબ્દ હતા.) આમ હજારો વષોઁ સુધી વંશપરંપરાગત જળવાઇ રહયું. આ વિશાળ અને વિસ્તૃત પુસ્તકોને ધ્યાનમાં લેતા એ નોંધપાત્ર છે કે આ પાર પડયું, એ જાણવું વિશેષ નોંધપાત્ર છે કે આને શકય બનાવવા વિધાથીઁઓએ અગિયાર અલગ રીતે દરેક શ્ર્લોકને યાદ રાખવા જરૂરી હતા, ઉલટા પણ.

સદનસીબે, આ શ્રવણ દ્ધારા વેદો અને અગમને શીખવાની પરંપરાગત રીત હજુ પણ આજે પૂજારીઓની તાલીમ શાળાઓમાં અમલમાં મૂકવામાં આવે છે. એક નમૂનારૂપ કલાસમાં, શિક્ષક એકવાર શ્ર્લોકનું ઉચ્ચારણ કરે, વિધાથીઁઓ જૂથમાં તેનું પઠણ બે વાર કરે, શિક્ષકના રટણમાં સાંભળેલા ઉચ્ચારણની ચીવટતા અને લય પ્રત્યે વફાદાર રહેવા પ્રયત્નશીલ રહે છે. આ કોઇ એક કે બે વખતની વાત નથી. આ પઠણ રોજ ઘણા કલાકો માટે, એક પછી એક દિવસ અને વષોઁ સુધી. વિધાથીઁઓ આની શરૂવાત નાના હોય ત્યારથી કરે, પાંચ વષૅના હોય ત્યારે, જયારે તેમની યાદશકિત ખૂબ પ્રબળ હોય.

દરેક વ્યકિત જેણે સારી દસ્તાવેજી ફિલ્મ જોઇ હોય તે જાણે છે કે શકિતશાળી માણસનો અવાજ એ સંચાર અને જ્ઞાનની વહેંચણી માટે એક જરૂરી સાધન બની રહે છે, જે વાંચન કરતા પણ વધુ અસરકારક છે. પ્રવચનનું ઉદાહરણ લઇએ, લોકપ્રિય પ્રવચનો એવા શિક્ષકો દ્ધારા આપવામાં આવે છે જેમણે પોતે સત્યોનો અનુભવ કયોઁ હોય અને તેની વિગતવાર સમજ આપી શકે.

આ પ્રેરણારૂપી પ્રવચનોમાં, શિક્ષક વેદ, ઉપનિષદો અને અન્ય ગ્રંથોના આવશ્યક મતો રજૂ કરે છે, જેઓ તેનું શ્રવણ કરે તે પોતાની ઇન્દ્રિયો દ્રારા ઊંડા ઉપદેશો ગ્રહણ કરે છે. જે આને સમજે છે તેમની પાસેથી આ વહેંચણી, સંબોધન અને શ્રવણ દ્ધારા, સૂક્ષ્મ જ્ઞાન, શિક્ષકમાંથી અનુયાયીમાં પસાર થાય છે. જેની વાંચન સાથે તુલના કરી ન શકાય. વાચા દ્ધારા માહિતી બહુવિધ સ્તરે પહોંચાડી શકાય છે. પ્રભાવ, લાગણી, જુસ્સો, ખાતરી અને નાજુક સૂચન દ્ધારા.

મારા ગુરુદેવ, શિવાય સુબ્રમુન્યસ્વામી, આ વિચાર પર લખ્યું હતે “કેમ કે ધ્વનિ એ પ્રથમ સજૅન છે, તમામ પ્રકારના અવાજ દ્ધારા જ્ઞાનનો પ્રચાર કરવામાં આવે છે. એ અગત્યનું છે કે વ્યક્તિ એક સંપ્રદાયના સવોઁચ્ચ સત્યો જેણે સમજયાં છે તેની પાસેથી સાંભળે. અલબત્ત શબ્દો પરિચિત હશે, ભકતોએ તેને સેંકડો વખત વાંચ્યા હશે, પરંતુ તેને સંસ્કારી ઋષિના મોઢેથી સાંભળવા એટલે તેમનું શબ્દોમાં વ્યકત ન થયેલા અથૅગ્રહણને આત્મજ્ઞાત કરવું. વાંચન કરી વ્યાખ્યાન આપે ત્યારે તે પોતાની સમજણને સ્પષ્ટપણે ફરીથી સમજે છે”

મને સાંભળવાની આવડતને એક કળા તરીકે વિચારવું ગમે છે. આમાં વિચાર એ છે કે જે વિષયની પ્રસ્તાવના થતી હોય તેને પૂરેપૂરી રીતે સમજવા માટે પ્રવચન પ્રત્યે લક્ષ અને જે કહેવાઇ રહ્યું છે તેના અથૅ પ્રત્યે એકાગ્રતાની જરૂર છે. ગૂઢ રહસ્યમય વિષય માટે, સહજજ્ઞાનની જરૂર છે. પ્રવચન શું કહેવા માગે છે તે સમજવા, જેનો અથૅ તેમના શબ્દોથી વિશેષ છે. જયારે ધ્યાન, એકાગ્રતા અને સહજજ્ઞાન હાજર હોય ત્યારે, શ્રવણ એક કળા બને છે.

આ આજે પણ એટલું જ સાચું છે જે 2200 વષૅં પહેલા હતું જયારે એક ગામડાના વણકરે નૈતિક માસ્ટર પીસ તીરુકુરાલ લખ્યું. તેમણે એક સંપૂણૅ પ્રકરણ, દસ દોહા, “સાંભળીને શીખવા” પર લખ્યા.

સ્વગૅમાં દેવ-દેવીઓનું બલિદાનના અગ્નિ દ્ઘારા પોષણ થાય છે. પૃથ્વી પર જે મનુષ્યી શ્રવણથી સંતુષ્ટ થાય તેઓ દેવી-દેવીને સમાન છે.

સૌથી વધુ કિંમતી સંપતિ એ કાન દ્ધારા પ્રાપ્ત થયેલી સંપત્તિ છે. ખરેખર, બધી સંપત્તિમાં, એ સવોઁચ્ચ છે.

જો બુધ્ધીમાન શ્રવણ દ્ધારા વીંધાયેલા ન હોય તો તેવા કાન કદાચ સાંભળે છતાંય બહેરા રહી શકે.

આપણે બધા જાણીએ છીએ કે, સાંભળાની કળા આ આધુનિક યુગમાં એક નવા પડકારનો સામનો કરે છે. ડિજીટલ વિક્ષેપ. કમ્ય્યુટર, મોબાઇલ ફોન અને તેના લીધે થતી સતત ઉત્તેજનના પ્રવાહ, વ્યકિતની ધ્યાન આપવાની, સાંભળવાની અને શીખવાની ક્ષમતા પ્રત્યે એક ગંભીર પડકાર આપે છે. ન્યુયોકૅ ટાઇમ્સના લેખ “ડીજીટલ જગતમાં મોટા થવું, એટલે વિક્ષેપમાં બંધાવું”. સંશોઘકોનું કહેવું છે કે આ ટેકનોલોજીનું પ્રલોભન, એ મોટી ઊંમરના લોકોને પણ અસર કરે છે, પરંતુ ખાસ કરીને યુવાનોને. તેઓ કહે છે કે જોખમ એ છે કે, વિકસીત મગજ કરતાં અભ્યાસી મગજ સરળતાથી સતત ક્રિયાઓ બદલવાની આદતથી ટેવાઇ જાય છે. ધ્યાન ટકાવી રાખવાની ક્ષમતા ઓછી હોય છે.” “તેમના મગજને એક કાયૅ પર ટકી રહેવાને બદલે બીજા કાયૅ પર કૂદકો મારવામાં બક્ષિસ મળે છે.” માઇકલ રીચ જે હારવડૅ મેડીકલ કોલેજમાં આસીસ્ટન્ટ પ્રોફેસર અને બોસ્ટનના સેન્ટર ફોર મીડયા અને ચાઇલ્ડ હેલ્થના એકઝીકટીવ ડાઇરેકટર છે તેમણે કહ્યું અને તેની અસર લાંબો વખત રહે “ચિંતા એ વાતની છે કે આપણે એક પેઢીને કમ્યુટરના સ્ક્રીનની સામે ઉછેરી રહ્યા છીએ જેમના મગજ જુદી રીતે બંધાયેલા રહેશે.”

આ 2010માં લખાયું હતું. ત્યાર પછી અમેરિકા માત્રમાં સ્માટૅ ફોનનો ઉપયોગ ત્રણ ગણો વધી ગયો છે. કોઇ પણ સાવૅજનિક સ્થળે દરેક વ્યકિત ફોન લઇને ફરતા હોય અને તેની સાથે જોડાયેલા હોય છે. તેને ડીવાઇસનું વ્યસન કહેવાય.

ટાઇમ્સનો લેખ વિશેષમાં જણાવે છે કે શંશોધકોએ શોંધી કાઢયું છે કે વિધાથીઁઓનો ટેકનોલોજીનો ઉપયોગ એક સરખો હોતો નથી. તેમની પસંદગી તેમના વ્યક્તિત્વ પર પ્રતિબિંબ પાડે છે. સામાજિક પતંગીયાઓ ટેકસ, ફેસબુક અને ઇસ્ટગ્રામનો ભારે ઉપયોગ કરે છે. જે વિધાથીઁઓ ઓછા સામજિક હોય તેઓ રમતોમાં ખોવાઇ જાય જયારે જેઓ આળસુ હોવ તેઓ વીડીઓ જુએ કે વેબ સફૅ કરે.

હિન્દુ ઘરને આ ડીજીટલ વિક્ષેપથી ઘણી અસર થાય છે. મહત્વના હિન્દુ ઉપદેશો, તેમના સિધ્ધાંતો, વાતાઁઓ અને નીતિશાસ્ત્ર પરંપરાગત રીતે બાળકોને તેમના દાદા-દાદીઓ દ્ધારા પહોંચાડવામાં આવે છે. માતા-પિતા તેમના કિશોર બાળકોની નવી જવાબદારીઓમાં પરિપકવ થવાની સમજ માટે શું જરૂરી છે તે વિશે ચચાઁ કરે છે. માતા-પિતાઓ નિયમિત રીતે વતૅમાન ઘટનાઓ અને ભવિષ્યની યોજનાઓ વિશે માહિતી આપે છે. આ બધી વ્યક્તિગત વાતચિતોમાં અવરોધ ઊભો થાય જયારે કુટુંબના વ્યક્તિઓ સતત ડીજીટલ દુનિયામાં ખોવાયેલા રહે અને એકબીજા સાથે અથૅપૂણૅ વાતચીત થતી રોકે. એક સામાન્ય દ્રશ્ય આજના દિવસોમાં જોવા મળે છે જયાં કુટુંબ સાથે બેસીને દરેક પોતાના ફોનમાં ખોવાયેલા હોય, કોઇ વાતચીત કે શ્રવણ થતું ન હોય. તેઓ એક જ રૂમમાં હોવા છતા તેમના મન બીજે હોય છે.

આપણને આધુનિક સગવડતાઍ પહેલેથી જ નિરૂપાય બનાવ્યા છે, અને હવે આ ડીજીટલ માહિતીને પરવાનગી આપવી એ મૂખૉમી ભયુઁ બની રહેશે. આમિષ, જે એક નાનું ધામિઁક સમુદાય અમેરીકામાં છે તેમણે આ આધુનિકતાવાદની સામે ખૂબ કઠોર પ્રયાસ કયૉ છે, તેમની સંસ્કૃતિને જાળવી રાખવા માટે અને તેમના ધમૅને કાયમી બનાવવા બે સદી પહેલા જે રીતે લોકો રહેતા તે રીતે રહેવાનો પ્રયાસ કયૉ છે. એક દસ્તાવેજી ફિલ્મ એક આમિષ કુટુંબની વાત કહે છે. જેમાં તેમણે બધા આધુનિક વિક્ષેપોને ટાળવા, ડીજીટલ સહિત, ઘરમાં વિજળી રાખી ન હતી. આ વાત આપણા માટે ખૂબ વધારે પડતી બની રહે. હિન્દુ પરિવારો માટે એક વધુ સંતુલિત ઉકેલ માટે ડીજીટલ અભ્યાસ અને તેના ઉપભોગ માટે એક ખાસ સમય નકકી કરવો જરૂરી છે અને બાકીના સમય દરમીયાન પરીવારના સભ્યો અને મિત્રો સાથે તંદુરસ્ત વાતચીત થઇ શકે. (ડીજીટલ ઉપકરણો બંધ કરીને)

તાજેતરમાં એક હિન્દુ દંપતીએ ગવૅંથી મને કહયું કે ડિજીટલ ઉપકરણોનો તેમના ઘરના ભોજન ટેબલ પર પ્રતિબંધ છે, એક સરળ નિયમ જે તેમની અરસપરસની પ્રતિક્રિયાને ફળદ્રુપ બનાવે છે અને તેમના સંબંધોને મજબુત કરે છે. ઘણા કુટુંબોએ ડિજીટલ વિક્ષેપો ઉપર કાબુ રાખવા તેમના બાળકોના કમ્યુટર એ બેઠકના ઓરડામાં રાખવાનું જરૂરી સમજવું છે, જયાં કુટુંબીજનો દેખરેખ રાખી શકે. બીજા કેટલાક કુટુંબોએ એવા સાધનો શોધી કાઢયા છે જેનાથી બાળકો કઈ જગ્યાએ ઓનલાઇન જઇ શકે તેના પર કાબુ રાખી શકે.

ગુરુદેવે, તેમના ભકતો માટે, સોમવારને ઘરના કુટુંબની સાંજ તરીકે નિયુકત કયૉ, આ સમય કુટુંબીજનો સાથે સમય ગાળવા માટે “સોમવારની સાંજે, શિવ દિવસ, કુટુંબીજનો ભેગા થઇ, એક સુંદર ભોજન બનાવે, સાથે રમતો રમે, અને મૌખિક એકબીજાના સારા ગુણોની પ્રશંસા કરે. તે દિવસે તેઓ કોઇ સમસ્યા હલ કરતા નથી. તેઓ માત્ર એકબીજાને પ્રેમ કરે, દરેક વ્યક્તિ બોલે, સૌથી નાના બાળકથી માંડીને સૌથી મોટા વડીલ” ટીવી અને બીજા બધા ડિજીટલ ઉપરકણો બંધ હોય છે. આ સાંભળવાનો સમય છે, સાચું સાંભળવાનો. એક સારા શ્રોતા બનવાથી એક સારા વાતચીત કરનાર બની શકાય. આ બીજી કળા ડિજીટલ વિક્ષેપને લીધે જોખમમાં મુકાઇ છે.

કુટુંબીજનો કે મિત્ર સાથેના સંબંધને મજબુત કરવા મેં એક સરળ સાધના વિકસાવી છે. જેને સહાયકારક વાતચીત કહેવાય, તે આ મુજબ છે.

1. જયારે કોઇ સંપકૅ કરે ત્યારે તમે જે કરી રહ્યા હોય તે બંધ કરો, સ્મિત કરી, તે વ્યક્તિ સામે જુઓ, તેમને સુંદર શુભેચ્છા વ્યક્ત કરો અને તમારું સંપૂણૅ ધ્યાન આપો. તમારા મોબાઇલ ફોનને નીચે મૂકી દો અથવા બંધ કરો.

2. કાળજીપૂવૅક સાંભળો. વચ્ચે અવરોધ નાખ્યા વગર, જે કહેવામાં આવે છે તેના પર ધ્યાન આપો. જો એ તમને પરેશાન કરનારું હોય તો એ કહેવત યાદ રાખો કે “બીજા તમને સમજે તેની પહેલાં બીજાને સમજવાની તૈયારી રાખો” વાતચીતમાં ભાગ લો, અને સાચા દિલથી અને રચનાત્મક રીતે જવાબ આપી તમારો ટેકો વ્યકત કરો.

3. ખાસ કરીને જો વ્યક્તિ એક ભાવનાશીલ ઘટના વ્યક્ત કરે ત્યારે એને એ ઘટના વિશે વિગતવાર માહિતી આપવા કહો. ધીરજ બતાવો, તમારી બધી ઇન્દ્રીઓનો ઉપયોગ કરી શ્રવણ કરો. જો તમને એમ લાગે તે ખૂબ સમય લઇ રહયો છે તો માનસિક રીતે એ વાતનો એકરાર કરો કે તમારી પાસે દુનિયાનો તમામ સમય છે.

4. સહાનુભૂતિ દશૉવો, તે વ્યક્તિની જગ્યાએ તમારી જાતને મૂકો. જો તમે બોલતા હોવ તો બીજા તમને સંપૂણૅપણે સાંભળે એમ ઇચ્છા રાખો તેને યાદ રાખો. તમારે કોઇ જવાબ આપવાનો નથી, માત્ર એક સાંભળતો કાન. તમારું એ સાંભળવું એ પૂરતું છે.

કદાચ સાંભળવાની કળા, એ ડિજીટલ મીડીયાથી પુનરાગમનનો આનંદ માણશે, જેમ શબ્દો વિધિસર ફેલાઇ જાય છે. સાંભળવાથી આપણે કુદરતી રીતે શીખીએ છીએ. આ એક કળા છે જેને પેઢી દર પેઢી કાયમી રાખવી, તીવ્ર બનાવવી એ જરૂરી છે. માતા-પિતાઓ એ તેમના બાળકોના ઉછેરના કાળજીપૂવૅક વિકાસ માટે, ડિજીટલ વિક્ષેપને દૂર કરી, સાંભળવાની કળાનો વિકાસ અને જો બધું સારી રીતે થાય તો આસ્થાપૂવૅક, અતૅજ્ઞાનની જાગૃતિ અને બીજા માટે કરૂણા જાગે. વડીલોએ એ વાતનું ધ્યાન રાખવું કે તેઓ પોતે જ ડિજીટલ દુનિયામાં રચ્યાપચ્યા ન રહે. આમ, આ એ વાતની ખાત્રી આપશે કે હિન્દુ ધમૅનું જ્ઞાન અને તેના સિધ્ધાંતો આ ડિજીટલ યુગમાં સમૃધ્ધ રહેશે.